News Portal...

Breaking News :

આગામી તા.19 ડિસેમ્બરે યોજાનાર વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે તાડામાર તૈયારીઓ

2025-12-17 09:48:03
આગામી તા.19 ડિસેમ્બરે યોજાનાર વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે તાડામાર તૈયારીઓ


કોર્ટ પરિસરમાં એડવોકેટ હાઉસ પાસે વકીલ મતદાતાઓ માટે ટેન્ટ અને રેલીંગ તૈયાર
વકીલ મતદાતાઓ માટે 60 બુથ ઉભા કરાયાં જ્યાં એકસાથે 60 વકીલો મત આપી શકશે




દરેક પોસ્ટ પરના અલગ અલગ રંગના બેલેટ પેપર તૈયાર કરાયાં છે.સવારે 10 થી સાંજે 5 સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે
દિવાળીપુરા કોર્ટ પરિષદ ખાતે 19 ડિસેમ્બરના રોજ યોજનારી વકીલ મંડળની ચૂંટણીને લઈને અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સારી રીતના ચૂંટણી પૂર્ણ થાય તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.મતદાન પ્રક્રિયા શરૂ થતા પહેલા તંબુ બાંધી  મતદાન મથક સુધી પહોંચી શકાય કોઈ જાતની અગવડતા ન પડે મતદારોને તેનું વિશેષ ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વકીલ મંડળની ચૂંટણીમાં એક સાથે એક સાથે 60 વકીલો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાયમંદિર ખાતે આગામી તા.19 ડિસેમ્બરના રોજ વડોદરા વકીલ મંડળની વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાશે જેના માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 


એડવોકેટ હાઉસ ખાતે આ મતદાન પ્રક્રિયા સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન યોજાશે. વકીલ મતદાતાઓ માટે અહીં ટેન્ટ તથા રેલીંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ વકીલો દ્વારા બેલેટ પેપર થી મતદાન યોજાશે. આ ઉપરાંત મતદાન મથકની અંદર સીસીટીવી થી સજ્જ કરવામાં આવશે સીસીટીવી ની સુરક્ષામાં મતદાન પ્રક્રિયા યોજાશે. એડવોકેટ હાઉસ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેના માટે વોટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે ક્યાંથી બેલેટ પેપર લેવાના અને ક્યાં વોટ નાખવાના તથા મતદાન બાદ મતદાન મથકથી ક્યાંથી બહાર નિકળવું તેની તૈયારીઓ કરવામાં આવી છે સાથે જ અહીં આ વખતે 60 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે જ્યાં એકસાથે 60 વકીલ મતદાતાઓ પોતાનો મત આપી શકશે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.દરેક પોસ્ટ પરના બેલેટ પેપર અલગ અલગ રંગના તૈયાર કરવામાં આવ્યા છે. તમામ વ્યવસ્થા જળવાઇ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભકતી, એડવોકેટ હિતેશ ગુપ્તા, એડવોકેટ રોહિત શાહ તથા એડવોકેટ હિતેશ પટેલ સહિતના ચૂંટણી ટીમ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સુપ્રીમ કોર્ટ ની ગાઇડ લાઇન મુજબ ઉમેદવારોએ હોર્ડિગ્સ બેનરો લગાવવાની પરવાનગી આપવામાં આવી નથી. ઉમેદવારોએ કોર્ટ કેમ્પસમાં એકબીજા સાથે મળીને તેઓ પોતાના કાર્ડ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી શકશે જે અંતર્ગત વિવિધ પદો માટેના ઉમેદવાર વકીલોએ પોતાના ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આ વખતે વિવિધ હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાશે જેમાં 37 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારશે.

Reporter: admin

Related Post