News Portal...

Breaking News :

સમગ્ર વિશ્વમાં ઠેરઠેર ચાલતા યુદ્ધો બંધ થાય, સૌ શાંતિના કબુતર બનીએ એવી પ્રાર્થના :મોરારીબાપુ

2024-08-05 12:27:15
સમગ્ર વિશ્વમાં ઠેરઠેર ચાલતા યુદ્ધો બંધ થાય, સૌ શાંતિના કબુતર બનીએ એવી પ્રાર્થના :મોરારીબાપુ


ન્‍યુયોર્ક: યુનાઇટેડ નેશન્‍સ ઓર્ગેનાઈઝેશન એટલે કે UNO નામની વિશ્વ સંસ્‍થામાં છેલ્લા નવ દિવસથી વિશ્વ સમસ્‍તમાં ભગવાન રામનું નામ ગુંજતું કરનાર ભાવનગરના નાનકડા તલગાજરડા ગામના પરમ સંત મોરારીબાપુ દ્વારા શ્રી રામકથાનું ગાન થઈ રહ્યું હતું. ‘માનસ વસુધૈવ કુટુંબકમ' એ કેન્‍દ્ર વિચારથી રામ કથાનું ગાન વિશ્વ સંસ્‍થાનાં ભવનમાંથી થયું 


પૂ.મોરારીબાપુએ પોતાના કથા ગાન દરમિયાન સમગ્ર વિશ્વમાં ઠેરઠેર ચાલતા યુદ્ધો બંધ થાય અને આપણે સૌ શાંતિના કબુતર બનીએ એવી પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્‍માને સતત કરી હતી.આપણને ખ્‍યાલ છે કે પૂ.મોરારીબાપુ સમગ્ર ત્રિભુવનને પોતાનું ઘર કહે છે, એટલે આ ત્રિભુવનીય ઘટનામાં મહત્‍વનો મુદ્દો એ હતો કે, ભારતના કોઈ સંત દ્વારા યુનોમાં કોઈ નવ દિવસીય કથા થઈ હોય તેવું ઉદાહરણ નથી, તેમ છતાં પૂ.મોરારીબાપુએ અતિ વિનમ્રતાથી કહ્યું કે, ‘હું કોઈ માઈલસ્‍ટોન સ્‍થાપવા કે કોઈ રેકોર્ડ નોંધાવવા માટે હું અહીં આવ્‍યો નથી. મારી તો એક ભાવના છે કે જયાં વિશ્વના આટલા બધા દેશના પ્રતિનિધિઓ બેસે છે ત્‍યાં તેના પરિસરમાં ને તેના ભવનમાં બેસીને હું ભગવાન રામની સ્‍તુતિ ગાઉં અને પરિણામે સમગ્ર વિશ્વ એક કુટુંબ બની રહે તેવો મારો મનોરથ છે.'આ કથાના વિરામ પછી મોરારીબાપુ કથાના મનોરથી સાથે યુનાઇટેડ નેશન્‍સ ઓર્ગેનાઈઝેશનના મુખ્‍ય સભાખંડમાં ગયા હતા કે જે સભાખંડમાં સામાન્‍ય રીતે યુનોની વિશ્વભરની સંસ્‍થાઓના વડાઓની બેઠક મળતી હોય છે.જયાં પૂ.મોરારીબાપુએ સભાખંડના ડાયસ પર માનસની પોથી રાખી સમગ્ર વિશ્વને ‘જય સિયારામ' કહ્યા. પોથીજીને માથું ઝુકાવી પૂ.મોરારીબાપુએ ત્‍યાં પ્રાર્થના કરી કે, ‘આ રામચરિત માનસની પોથી વ્‍યાસપીઠ પછી હું યુનોની વ્‍યાસપીઠ ઉપર મૂકી રહ્યો છું, કારણ કે પોથીના સ્‍પર્શ થી આખી સંસ્‍થા વિશ્વભરમાં શાંતિનું કાર્ય સુંદર રીતે કરી શકે એવી મારી પ્રાર્થના છે.'


સર્વેપિ સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્‍યન્‍તુ, મા કヘતિ દુઃખ ભાતભવેત.આ શ્‍લોક પૂ.મોરારીબાપુએ યુનોના મુખ્‍ય ડાયસ ઉપરથી કહ્યો છે એ શ્‍લોકમાં આપણે પણ સૂર પુરાવીએ.પૂ.મોરારીબાપુ એક પછી એક સોપાનો દ્વારા ભગવાન શ્રી રામનામ ને કણ કણ માં પ્રસરાવી રહ્યા છે, ત્‍યારે તેઓ કોઇપણ જાતના એવા ભાવમાં નથી કે તેમના દ્વારા આ બધું વિશિષ્ટ થઈ રહ્યું છે. તેઓએ કથા દરમિયાન અનેક વખત ઉલ્લેખ કર્યો કે, ‘હું ઈશ્વર કરાવે છે એમ કરી રહ્યો છું. આ કોઈ મોટું કામ નથી. મારી ઈચ્‍છા તો જે બે દેશો વચ્‍ચે યુદ્ધ થતું હોય તેની વચ્‍ચેની બોર્ડર ઉપર બેસીને પણ કથા કરવાની છે, જો મને અનુમતિ મળે તો... પૂ.મોરારીબાપુએ તો ત્‍યાં સુધી કહ્યું કે, કશો વાંધો નહીં, હું વચ્‍ચે બેસું અને બંને બાજુથી તોપ ગોળાઓ છૂટે અને કદાચ મારો દેહ પડી જાય તો ક્‍યાં વાંધો છે ? એક દિવસ તો મરવું જ છે ને ..આટલી ઉમદા ભાવના સાથે પૂ.મોરારીબાપુએ આ વિશ્વ કથા સંપન્ન કરી છે, તેનો હરખ અનુભવીએ અને આપણે પણ ‘વસુધૈવં કુટુમ્‍બકમ'ને આત્‍મસાત કરીએ.

Reporter: admin

Related Post