પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલીમ પણ આપવામાં આવી રહી છે.લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત વડોદરા લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજની કામગીરીમાં રોકાયેલ હોવાથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટેભારતના ચૂંટણી પંચ દ્વારા સાત વિધાનસભામાં પોસ્ટલ બેલેટથી મતદાન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગઈકાલે પોસ્ટલ બેલેટથી મતદાન માટે વડોદરા લોકસભા મત વિભાગમાં આવા કુલ સાત ટપાલ મતપત્ર સુવિધા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. ભવન્સ સ્કૂલ ખાતે માંજલપુર વિધાનસભાની ચૂંટણી કામગીરીમાં સહભાગી કર્મચારીઓ અને અધિકારીઓએ સવારે અને બપોર બાદ મતદાન કર્યું હતું. સાથે તેમને મતદાનના દિવસે કરવાની કામગીરીની તાલીમ આપવામાં આવી હતી. વીવીપેટ અને ઇવીએમ મશીનનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
Reporter: News Plus