વેટિકન સિટી: વેટિકન દ્વારા સોમવારે જાહેરાત કરવામાં આવી હતી કે પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ ૮૮ વર્ષની વયે અવસાન થયું છે.
રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન નેતા એવા પોપ ૨૦૧૩માં તેમના પુરોગામી બેનેડિક્ટ સોળમાના રાજીનામા બાદ પોપ બન્યા હતા.પોપને તેમના ૧૨ વર્ષના પોપપદ દરમિયાન વિવિધ બીમારીઓ થઈ હતી. તાજેતરમાં જ તેમને ડબલ ન્યુમોનિયાનો ગંભીર સામનો કરવો પડ્યો હતો."પ્રિય ભાઈઓ અને બહેનો, ખૂબ જ દુઃખ સાથે મારે આપણા પવિત્ર પિતા ફ્રાન્સિસના મૃત્યુની જાહેરાત કરવી પડે છે.
કાર્ડિનલ કેવિન ફેરેલે વેટિકનના ટીવી ચેનલ પર જાહેરાત કરી છે."આજે સવારે 7:35 વાગ્યે રોમના બિશપ, ફ્રાન્સિસ, પિતાના ઘરે પાછા ફર્યા."નવા પોપની પસંદગી માટેની પ્રક્રિયા - કોન્ક્લેવ - સામાન્ય રીતે પોન્ટિફના મૃત્યુના 15 અને 20 દિવસ પછી શરૂ થાય છે.
Reporter: admin