દિલ્હી : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ પોતાના પરિવાર સાથે ચાર દિવસ ભારત પ્રવાસ પર છે.
આજે સવારે દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જેના બાદ જેડીવાન્સ તેમના પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર પંહોચ્યા હતા.અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન જેડીવાન્સના બે બાળકો પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા. વાન્સના બંને બાળકોએ ભારતીય પરંપરાગત પોશાક પહેર્યો હતો. આ બાબત દર્શાવે છે કે ભારતીય મૂળના ઉષા હજુ પણ તેમની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે.
અમેરિકામાં રહેવા છતાં ભારતની સંસ્કૃતિથી મૂળ રૂપે પરિચિત છે. જણાવી દઈએ કે જેડીવાન્સના પત્ની ભારતીય મૂળના છે અને એટલે જ મંદિર જેવા ધાર્મિક સ્થાન પર જવા માટે તેમના સંતાનોને પહેલેથી જ ભારતીય સંસ્કૃતિ મુજબનો પોશાક પહેર્યો હતો. જેડીવાન્સ અક્ષરધામ મંદિર ઉપરાંત પરંપરાગત ભારતીય હસ્તકલા વસ્તુઓ વેચતા શોપિંગ કોમ્પ્લેક્સની પણ મુલાકાત લઈ શકે છે.
Reporter: admin







