વડોદરાના બહુચર્ચીત રક્ષિતકાંડમાં કારેલીબાગ પોલીસની નિષ્ક્રીયતા બહાર આવી છે. પોલીસે આ મામલે અત્યાર સુધી માત્ર 9 સાક્ષીના જ ઉંડાણપૂર્વકના નિવેદન લીધા છે.
બીજી તરફ પોલીસ હવે રક્ષિત ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી આવતો હતો તેની તપાસ કરવા માટે સમગ્ર રુટના સીસી ટીવી મેળવવાની કવાયત કરી રહી છે અને કહી રહી છે કે અગત્યના ફૂટેજ મેળવવાની કામગિરી ચાલી રહી છે. ઘટનાની રાત્રે જ વાયરલ થયેલા વીડિયોમાં બધુ સ્પષ્ટ છે છતાં પોલીસ હજું અગત્યના ફૂટેજ મેળવી રહી છે. બીજી તરફ ગુનાની ઉંડાણપૂર્વક તપાસ કરવા વિશેષ ટીમનું ગઠન કરી રાજ્ય બહાર તપાસ કરવા મોકલવાની તજવીજ કરી રહી છે.ઉલ્લેખનિય છે કે રક્ષિત કાંડમાં આરોપી રક્ષિત ચોરસિયા સામે પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ પોલીસે તેને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એટલે કે, 14 માર્ચ 2025થી રક્ષિત પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર હતો. એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને પોલીસ પરત કોર્ટમાં વિવિધ પુછતાછના મુદ્દા સાથે રજુ કરી વધુ ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટ બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે સોમવારે પૂર્ણ થયા હતા. 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સોમવારે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કર્યો હતો. જો કે પોલીસે તેના વધુ રિમાન્ડની માગણી કરી ન હતી. જેથી કોર્ટે રક્ષિત ચોરસિયાને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો
Reporter: admin