જે કાર્યકરનું ડાયરેક્ટ લોંચીંગ થાય તે હંમેશા વિવાદમાં જ રહેવાના..
પરિચય બેઠકમાં મેયર પિંકી સોનીએ શહેર પ્રમુખને પોતાનો પરિચય જ ના આપ્યો અને પ્રમુખ મેયરને બરાબરના ઓળખી ગયા...
પરિચય કાર્યક્રમમાં મેયરની મનમાની- તમામ ,કાઉન્સિલરો અને હોદ્દેદારોએ પોતાની ઓળખ આપી-અગાઉ કરેલી કામગીરી જાહેર કરી. મેયર ઉભા પણ નહીં થયા પોતાની કામગીરી પણ નહી જાહેર કરી.પ્રમુખની માનમર્યાદા પણ નહી સાચવી..

મેયર પિંકીબેન જાણી લે કે એ બીજા કોર્પોરેટરોની જેમ જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.મેયર તરીકેની વધારાની હંગામી જવાબદારી સોંપાઈ છે.શહેર સંગઠનનાં વડાને પોતાની ઓળખ અને અગાઉ કરેલી વિશિષ્ટ કામગીરી કહેવામાં મેયરનું કદ નાનું થઈ જવાનું હતું ?...
તાજેતરમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીએ પદભાર સંભાળ્યો છે અને હવે તેઓ સંગઠનના પદાધીકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનીધીઓને ધીમે ધીમે ઓળખી રહ્યા છે. પણ મંગળવારે યોજાયેલી પરિચય બેઠકમાં તેઓ મેયર પિંકી સોનીને બરાબર ઓળખી ગયા હતા કારણ કે બેઠકમાં હાજર રહેલા તમામ ચૂંટાયેલા પ્રતિનીધીઓએ પોતાનો વિસ્તૃત પરિચય શહેર પ્રમુખને આપ્યો હતો. પણ માત્ર મેયર પિંકી સોની જ એવા હતા કે તેમણે શહેર પ્રમુખને પોતાનો પરિચય આપ્યો ન હતો. ભલે મેયર પિંકી સોનીએ પોતાનો પરિચય ના આપ્યો પણ તેમના આવા વર્તનથી શહેર પ્રમુખ તેમને બરાબર ઓળખી ગયા હતા. મેયરની મનમાની તો જુઓ કે શહેર પ્રમુખને માન આપવા બધા જ ઉભા થયા હતા પણ મેયર પોતે ઉભા જ થયા ન હતા. મંગળવારે ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની તમામ ચૂંટાયેલા પ્રતિનીધીઓનો પરિચય કરી શકે તે માટે પરિચય બેઠક બોલાવામાં આવી હતી. જેમાં મેયર પિંકી સોની અને સ્થાયી ચેરમેન, દંડક સહિત મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ પરિચય બેઠકમાં સ્થાયી ચેરમેન, દંડક તથા કોર્પોરેટરોએ તો પોતાનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. તેઓએ ભાજપના સક્રિય કાર્યકર, જે તે મોરચામાં સંભાળેલી જવાબદારી તથા સંગઠનમાં અપાયેલી જવાબદારી અને ત્યારબાદ ક્યા વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે તેની તમામ જાણકારી નવા શહેર પ્રમુખ ડો.સોનીને આપી હતી. જો કે હંમેશા તુમાખીમાં રહેતા મેયર પિંકી સોની પોતાનો પરિચય આપવા ઉભા થયા ન હતા અને તેમણે શહેર પ્રમુખને પોતાનો પરિચય આપ્યો ન હતો. જેથી શહેરના રાજકારણમાં ગણગણાટ થઇ ગયો હતો. આવી કેવી તુમાખી કે કોઇ શહેર પ્રમુખને પોતાનો પરિચય ના આપે તેની ચર્ચા કાર્યકરોમાં શરુ થઇ ગઇ હતી. મેયર પિંકી સોની પહેલા પક્ષના કાર્યકર છે અને પક્ષના કારણે તેઓ કોર્પોરેટર બન્યા અને પક્ષે જ તેમને મેયર પણ બનાવ્યા છે તો પછી તેમણે શહેર પ્રમુખનું માન રાખીને પોતાનો પરિચય આપી દેવો જોઇતો હતો. મેયર પદ હંમેશા માટે હોતું નથી. તેઓ ફરી પાછા સામાન્ય. કાર્યકર જ બની જવાના છે અને તેથી મેયરપદની તુમાખી રાખવાનો કોઇ ફાયદો નથી તેવું તેમણે સમજી લેવું જોઇએ.

મેયર પિંકી સોનીએ સંગઠનમાં મોટો હોદ્દો ભોગવ્યો જ નથી તો પરિચય શું આપે...
કાર્યકરોમાં ચર્ચાતી માહિતી મુજબ મેયર પિંકી સોની 2018માં તો મહિલા મોરચામાં હતા. 2019માં તેમને સંગઠન પર્વમાં વોર્ડના સહ ઇન્ચાર્જ બનાવાયા હતા અને તેમાં પણ તે નારાજ થઇ ગયા હતા જેથી તે વખતના શહેર ભાજપના 2 મોટા નેતા સામે ચાલીને તેમને મનાવા પણ ગયા હતા. કે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. તમારે આ રીતે નારાજ થઇને જતા ના રહેવું જોઇએ. મેયર પિંકી સોનીએ સંગઠનમાં મોટો હોદ્દો ભોગવ્યો જ નથી કે કોઇ એવું કાર્ય પણ કર્યું નથી તો તે નવા શહેર પ્રમુખ ડો.સોનીને પોતાનો પરિચય ક્યા મોંઢે આપે તેમ શહેર ભાજપના કાર્યકરો જ એકબીજા સાથે વાત કરતા ફરી રહ્યા છે.

Reporter: admin