વડોદરા :તરસાલી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન વૃદ્ધા પર મળસ્કે ચાર વાગ્યે લૂંટારાઓએ હુમલો કરી લૂંટ ચલાવી હતી.
લૂંટ વીથ મર્ડરના બનાવના પગલે વડોદરા શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. લૂંટ અને મર્ડર ની આ ઘટનાનનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. વૃદ્ધની હત્યા તેની પાડોશમાં રહેતા વૃદ્ધાના અગાઉના પતિના પુત્ર એ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. વૃદ્ધાનો સ્ટેપ સન વિશાલ છેલ્લા છ દિવસથી ઘરે હાજર ન હતો. તેમજ આજે સવારે સીસીટીવી માં દેખાયેલી શંકાસ્પદ હિલચાલને જોતા પોલીસે લૂંટ વિથ મર્ડર કરનાર વિશાલ ને વડોદરા શહેરમાંથી જ પકડી લીધો હતો.
વિશાલે લૂંટ અને મર્ડરની ઘટનાને અંજામ આપ્યા બાદ તેણે તેના મિત્રને બોલાવીને ફરાર થઈ ગયો હતો.
બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં ૭૩ વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.૭૧) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. મળસ્કે ચાર વાગ્યે લાઇટ જતા સુખજીતકૌર ઉઠયા હતા. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા. માત્ર તેમના ઘરની જ લાઇટ બંધ હતી. સોસાયટીના અન્ય મકાનોમાં લાઇટો હતી. તેઓ કંઇ સમજે તે પહેલા જ લૂંટના ઇરાદે આવેલા આરોપીએ તેમના પર તિક્ષ્ણ સર્જીકલ હથિયારથી હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી અને લૂંટ કરી વિશાલ ફરાર થયો હતો .
ઈજાગ્રસ્ત વૃદ્ધાએ ચોર, ચોરની બૂમો પાડતા તેમના પતિ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં બહાર પડયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. તેઓ ઇજાગ્રસ્ત સુખજીતકૌરને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેઓનું મોત થયું હતું.
Reporter: News Plus