બેંગલુરુ : કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 1132)ના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આ પછી ફ્લાઈટનું બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તમામ 179 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું- અત્યાર સુધીની તપાસ મુજબ ફ્લાઈટના જમણા એન્જિનમાં આગ લાગી હતી. લેન્ડિંગ દરમિયાન ગ્રાઉન્ડ સર્વિસમાં પણ જ્વાળાઓ જોવા મળી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
એરલાઈન્સે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ બાદ જ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ ઘટનાને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે તેને કોચી મોકલવા માટે અન્ય વ્યવસ્થા કરી રહ્યા છીએ.
Reporter: News Plus