શહેર ના ઇસ્કોન મંદિર મા થયેલ ચોરી ની મુળ ફરિયાદ દોઢ લાખની પરંતુ પોલીસે 20.73 લાખ ઉપરાંત નો મુદામાલ જપ્ત કરતા ભારે નવાઈ પામવા જેવું છે. જેમાં આટલા મોટા મંદિર મા ફરિયાદી ને જ ખબર નથી કે મંદિર માંથી શું શું ચોરાયું છે. પીસીબી પીઆઇ ના કહેવા મુજબ ચોરી નો બનાવ બન્યો ત્યારે પૂજારીએ આશરે દોઢ લાખ નો મુદામાલ બતાવ્યો હતો ત્યાર બાદ બીજા દિવસે ટ્રસ્ટી ઓએ ગણતરી કરી 23 કે 24 લાખ બતાવ્યો હતો. ગોત્રી પોલીસ ના સેકન્ડ પીઆઇ એ ન્યૂ પલ્સ ને જણાવ્યું હતુ કે આ આરોપી ના 18 તા. સુધીના રિમાન્ડ માંગવા આવ્યા છે કારણ કે એ પણ જાણવું જરૂરી છે કે આરોપીએ ચોરી કરવા માટે અન્ય ઈસમની સંડોવણી છે કે કેમ તેમજ ચોરી કરતી વખતે ક્યાં ક્યાં હથિયાર વાપર્યા હતા.અન્ય વિગતો જાણવા માટે રિમાન્ડ માંગવા આવ્યા છે. આમ આ ચોરી ની વિગત આ પ્રમાણે છે.વડોદરા ના ઇસ્કોન મંદિરમા કોઇ પણ સમયે કોઇ અજાણયા ચોર ઇસમ ગોત્રી હરીનગર ઇસ્કોન મંદિરના પરિસરના કોઇ પણ ભાગ માથી મંદિરમા પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહ ના દરવાજા નંબર ૦૧ તથા ૦૨ ના નકુચા અને તાળા તોડી ગર્ભગુહ ની નીચે બનાવેલ લોકરની આગળના દરવાજાના તાડા તોડી મંદિરના ગર્ભગૃહ માંથી ભગવાનની મુર્તીઓનો શણગાર તથા સયન તથા આભુષણો મળી કુલ રૂપીયા ૧,૫૦,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે બાબતે ગોત્રી પોલીસે ગુનાવાળી જગ્યાએ પોલીસ કમિશ્નરે જાતે વિઝીટ કરી ગુનાથી વાકેફ થઇ એસ.ઓ.જી. ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવેલ ગુનાની ગંભીરતા લઇ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે સુચના આધારે ઉપરી તમામ ટીમો દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ જે આધારે વડોદરા શહેર પોલીસને સદર ગુનામાં સંડોવાયેલ આરોપી ચોકકસ ટ્રાવેલ્સમાં ઉપરોકત ચોરીના મુદામાલ સાથે નાગપુર મહારાષ્ટ્ર તરફ જઇ રહેલ હોવાની પાકી માહીતી આધારે નાગપુર પોલીસનો સંપર્ક કરી તેમને ઉપરોકત હકીકતથી વાકેફ કરી જરૂરી કાર્યવાહી કરવા જાણ કરતા નાગપુર પોલીસ દ્વારા ઉપરોકત ગુનામાં સંડોવાયેલ ચોર ને ઝડપી પાડ્યો હતો. કબજે કરેલ મુદામાલ આ પ્રમાણે છે.
(૧) બે સોનાની બંગડી વજન ૫૩.૨૯ ગ્રામ કીમત રૂપિયા ૩,૫૧,૩૧૮/-
(૨) એક સોનાની મોહનમાળા વજન ૧૭.૨૮ ગ્રામ કીમત રૂપિયા ૧,૧૪,૦૧૮/-
(3) એક સોનાની ચેઇન વજન ૯.૯૦ ગ્રામ કીમત રૂપિયા ૬૫,૩૪૦/-
(૪) એક સોનાની ચેઇન વજન ૧૭.૫૫ ગ્રામ કીંમત રૂપિયા ૧,૧૫,૮૩૦/-
(૫) એક સોનાનુ નેકલેશ વજન ૧૭.૧૦ ગ્રામ કીમત રૂપિયા ૧,૧૨,૮૬૦/-
(૬) એક સોનાનુ મંગળસુત્ર વજન ૧૬.૨૦ ગ્રામ કીમત રૂપિયા ૧,૦૬,૯૨૦/-
(૭) એક સોનાની મોહનમાળા વજન ૯.૮૧ ગ્રામ કીંમત રૂપિયા ૬૪,૭૪૬/-
(૮) એક સોનાની દક્ષિણામણી માળા વજન ૧૦.૩૦ ગ્રામ કીમત રૂપિયા ૬૭,૯૮૦/-
(૯) એક ચાંદીની નંદી વજન ૪.૧૯૨ કીલો કીમત રૂપિયા ૩,૫૬,૩૨૨/-
(૧૦) એક ચાંદીનો પાટ વજન ૪ કીલો કીમત રૂપિયા ૩,૪૦,000/-
(૧૧) એક ચાંદીનો દેવ પાટ વજન ૪.૩૦૦ કીલો કીમત રૂપિયા ૩,૬૮,૦૫૦/-
(૧૨) બે મોબાઇલ ફોન કીમત રૂપિયા ૧૦,૫૦૦/-
કુલ્લે કીંમત રૂપિયા ૨૦,૭૩૮૮૪/- નો મુદામાલ કબજે કરેલ
.
Reporter: