News Portal...

Breaking News :

બાળ સુરક્ષા માટે પોલીસની લાલ આંખ. સ્કૂલ વર્દી વાહનો ની શૈક્ષણિક સત્રના પ્રારંભે ટ્રાફિક પોલીસે શરૂ કરી તપાસ..

2024-06-14 12:09:13
બાળ સુરક્ષા માટે પોલીસની લાલ આંખ. સ્કૂલ વર્દી વાહનો ની શૈક્ષણિક સત્રના પ્રારંભે ટ્રાફિક પોલીસે શરૂ કરી તપાસ..


તાજેતરની બે કરુણ હોનારતોમાં બાળકો એ જાન ગુમાવ્યા છે.લેક ઝોન અને ગેમ ઝોનની ઝપટમાં નિર્દોષ ભૂલકાઓ હોમાયા છે.


તેને અનુલક્ષીને બાળકો પર જોખમ સર્જાતી દુર્ઘટનાઓ ની સંભાવનાઓ નિયંત્રિત કરવા વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા સક્રિય બની છે.શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં ટ્રાફિક શાખાએ બાળકોને ઘેર થી શાળામાં લાવતા અને પરત ઘેર મૂકવા જતાં વાહનોના ચાલકો દ્વારા સલામતીની તકેદારીઓ ની સઘન ચકાસણી હાથ ધરતા ફફડાટ વ્યાપી ગયો છે.સ્કૂલ વર્દીના વાહનોમાં નિયત મર્યાદા કરતા વધુ બાળકોને ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવે છે.ગેસના બોટલો પર જાણે કે એટમ બોમ્બ પર બેસાડ્યા હોય એ રીતે બેસાડેલા બાળકોનો ધ્રુજાવતી તસવીરો સામે આવી છે.રોંગ સાઇડ અને આડેધડ વાહન હંકારવું એ આ વાન ચાલકો નો અધિકાર છે.ટુંકમાં સ્કૂલ વર્દી વાહનમાં બાળકોને બેસાડવાની બાબતમાં નિયમો છે,સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે. જેનું વાહન ચાલકો પાલન નથી કરતા.અને સ્કૂલ મેનેજમેન્ટ તથા વાલીઓ પોતાના વ્હાલા બાળકોના માથે જોખમ સર્જતી અનિયમિતતાઓ જોવા જાણવા છતાં આંખ આડા કાન કરે છે.



ત્યારે ટ્રાફિક પોલીસે બધું સમુસુતરું કરવા કડકાઈ આદરી છે.એટલે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરતાં સ્કુલ વાહનો પર તવાઇ ઉતરી છે.વિદ્યાર્થી સુરક્ષા માટે આ અનિવાર્ય પગલાં છે.તેના ભાગ રૂપે પ્રથમ દિવસે વાન ચાલકોની તપાસ કરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસે ઉલ્લંઘન બદલ સ્કુલ વાન જપ્ત કરી ત્યારે તેમાં બાળકો બેસેલા હતા.એટલે ઘેર જવા ઉતાવળ બાળકોએ રડારોળ કરી મૂકી હતી.શાળા સંચાલકો અને વાન ચાલકો માટેની એસઓપીનું પાલન કરાવવાનો પોલીસ આગ્રહ રાખી રહી છે જે બાળ સુરક્ષા હિતમાં યોગ્ય છે..

Reporter: News Plus

Related Post