News Portal...

Breaking News :

સુખલીપુરા જમીન વિવાદનો આરોપી દિલીપ ગોહિલને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા

2025-02-10 10:08:29
સુખલીપુરા જમીન વિવાદનો આરોપી દિલીપ ગોહિલને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરવાના કેસમાં મહત્વના મુખ્ય આરોપી ભાજપના કાર્યકર દિલીપ ગોહિલને શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા છે. 


પોલીસે આજે પણ તેના આશ્રય સ્થાન ગણાતા પાંચથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા પણ તેનો કોઇ પતો મેળવી શકાયો નથી. પોલીસે દિલીપના સગાસબંધીઓ અને ખાસ મિત્રો સહિતના તમામ શકમંદ લોકો કે જેમનો સંપર્ક દિલીપ કરી શકે છે તેવા લોકોને આઇડેન્ટીફાય કર્યા છે અને તમામની પૂછપરછ પણ કરાઇ રહી છે. છેલ્લા 20 દિવસથી દિલીપ પોલીસને ચકમો આપી રહ્યો છે . જો કે પોલીસ તેની પર બાજ નજર રાખી રહી છે અને ટેકનોલોજી સર્વેલન્સ અને હ્યમુન ઇન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરીને દિલીપની શોધખોળ કરાઇ રહી છે. 


કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સહિત અન્ય બે આરોપી સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરાર આરોપી કમલેશ દેત્રોજાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં વપરાયેલી કમલેશની કારને પણ કબજે કરી હતી. કમલેશ પાસેથી કેટલાક દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું જેથી પોલીસ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ કેસના ફરાર મુખ્ય આરોપી દિલીપ ગુજરાત બહાર ભાગ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે જેથી પોલીસ તેનું મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કરી રહી છે. દિલીપ વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસે લૂક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને દેશભરના એરપોર્ટને પણ જાણ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post