મહાકુંભમાં જઈને ડૂબકી લગાડવાની નેતાઓમાં હોડ લાગી..પ્લેનમાં જઈને ફાઈવ સ્ટાર જાત્રા કરવાથી મોભો વધે છે.વડોદરાનાં મોટાભાગનાં કરોડપતિ નેતાઓ મહાકુંભ મેળામાં જઈ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી,પાપનું પ્રાયશ્ચિત કરી આવ્યા.ડુબકી લગાવવાની અને પાપ ધોવાની શરુઆત કાકાનાં વીલનાં એકમાત્ર લાભાર્થી 'કાકા'એ કરી હતી.

અત્યારે 144 વર્ષ પછી આવેલા સંયોગનો પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે અને દેશભરમાંથી કરોડો લોકો પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા છે. કુંભમેળામાં સ્નાન કરવાથી તમામા પાપોનો નાશ થાય છે અને આ આસ્થાની ડૂબકી લગાવવા શહેરના રાજકારણીઓમાં પણ દોટ લાગેલી છે. શહેરના ઘણા નેતાઓ કુંભમેળામાં જઇ આવ્યા છે અને ડૂબકી લગાવીને પોતાના થયેલા પાપોનો નાશ કરી આવ્યા છે. વડોદરાના ઘણા શ્રીમંત રાજનેતાઓ અને કેટલીક મહિલા કાઉન્સિલરો તથા હોદ્દેદારો છાને છપને કુંભમેળામાં જઇને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને આવી ગયા છે અને પોતાના પાપ ધોઇ નાખ્યા છે. આ મહાનુભાવો ફાઇવ સ્ટાર યાત્રા કરી આવ્યા છે તો કેટલાક વળી સ્પોન્સર શોધીને પાપ ધોઇ આવ્યા છે.

સ્પોન્સર શોધીને બીજા પૈસે પાપ ધોવાથી જાત્રાનું ફળ બમણું મળે તેવું કહેવાય છે. હાલ મહાકુંભમાં જઈને ડૂબકી લગાડવાની નેતાઓમાં હોડ જોવા મળી રહી છે. પ્લેનમાં જઈને ફાઈવ સ્ટાર જાત્રા કરવાથી મોભો વધે છે. લોકોમાં પણ અહોભાવ જાગે છે કે ઓહો..અમારા નેતા કુંભમાં સ્નાન કરીને આવ્યા અને તે પણ પ્લેનમાં જઇને...વડોદરાના મોટાભાગનાં કરોડપતિ નેતાઓ મહાકુંભ મેળામાં જઈ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી, પાપનું પ્રાયશ્ચિત કરી આવ્યા.ડુબકી લગાવવાની અને પાપ ધોવાની શરુઆત કાકાના વીલના એકમાત્ર લાભાર્થી 'કાકા'એ કરી હતી.અને ત્યારબાદ તેમને જોઇને અન્ય નેતાઓ પણ શરુઆત કરી દીધી હતી. શહેરના નેતાઓ પાપ ધોવા જાય તે સારી વાત છે પણ સાથે એ પણ પ્રણ લે કે હવે પછી કોઇ પાપ કર્મ નહીં કરું..કારણ કે નહીંતર તેનો કોઇ અર્થ રહેશે નહી. વારંવાર કુંભમાં જઇને કે ત્રિવેણી સંગમમાં જઇને પાપ ધોઇ આવ્યા બાદ ફરી પાછું પાપ કર્મમાં લીપ્ત થઇ જાવ તો ભગવાન પણ તમને માફ નહીં કરે...તેનું ફળ પણ નહી મળે એટલે જે પાપ ધોઇ આવ્યા છે તેઓ હવે પછી ક્યારેય પાપ કર્મ નહીં કરે કે કોઇના પાપ કર્મમાં સાથ નહીં આપે તેવું શહેરજન માની રહ્યા છે.


Reporter: admin