શહેરના દુમાડ ચોકડી અને ગોલ્ડન ચોકડીથી ભારદારી વાહનોને ગેરકાયદેસર શહેરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપીને ટ્રાફિક પોલીસના ભરણ સિંહ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.

ભારદારોની વાહનો તો ઠીક પણ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફરતી શટલ રિક્ષાઓ સામે પણ આ ટ્રાફિક પોલીસના ભરણ સિંહો હપ્તાખોરી કરીને ખિસ્સુ ગરમ કરી રહ્યા છે અને તેથી જ તમે જે રિક્ષામાં જોશો તો 3થી વધારે મુસાફરો ભરેલા તમને જોવા મળશે અને એટલું જ નહીં પણ શટલ રિક્ષાવાળા તો આગળ પણ બંને બાડુએ મુસાફરોને બેસાડે છે પણ ભરણ સિંહની કૃપાના કારણે શટલ રિક્ષા ચાલકોની સામે કોઇ કાર્યવાહી કરાતી નથી. બીજી તરફ શહેર ટ્રાફિક (પૂર્વ)નો સ્ટાફ મોડે મોડે પણ એક્શનમાં આવ્યો છે અને શનિ રવિના બે દિવસમાં અમિત નગર સર્કલ, ગોલ્ડન બ્રિજ તથા દુમાર રોડ પર ગેરકાયદેસર મુસાફરો બેસાડવા વાહન ચાલકો સામે ઝુંબેશ શરુ કરીને 53 ઇકો અને અર્ટીગા તેમજ અન્ય 6 વાહનોને મળીને 59 વાહનો ડિટેઇ કર્યા હતા અને 1 વાહન ચાલક સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. જો કે આમ છતાં આજે પણ અમિત નમગર સર્કલ પાસે ધોળા દિવસે લકઝરી બસ જોવા મળી હતી. એવું ચર્ચાય છે કે વહિવટદારોની કૃપા હોય તે જ ગાડી શહેરમાં પ્રવેશે છે અને જેમની પર વહિવટદારોની કૃપા દ્રષ્ટી પડી નથી તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાય છે.

ટ્રાફિક પોલીસના આ ભરણ સિંહ ની જાળ સમગ્ર હાઇવે પર તથા શહેરમાં પ્રવેશ માર્ગો સમાન તમામ ચાર રસ્તા અને વડોદરા શહેરની અંદર તમામ વિસ્તારોમાં પ્રસરેલી છે અને કરોળીયા સમાન ભરણસિંહની આ જાળને તોડવી ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે અઘરી છે . આ ભરણસિંહની કરોળીયા સમાન જાળ તમામને લાભ કરાવે છે. માત્ર શહેરના સામાન્ય નાગરિકને જ તેનાથી જોખમ હોય છે પણ ભરણ સિંહને તેની કંઇ પડી નથી. માત્ર શહેરમાં અકસ્માત નિવારણ માટે વાહન ચાલકો માટે જગૃતિના કાર્યક્રમો યોજીને દરેક વાહન ચાલક વ્યકતિગત રીતે પોતાનું ધ્યાન રાખે તેવી સલાહો આપી દઇને ભરણ સિંહ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે. ભારદારી વાહનો પાસેથી તો સમજ્યા કે દર મહિને લાખોનો હપ્તો મળે છે પણ રોજનું કમાતા શટલ રિક્ષાવાળાઓને પણ ભરણ સિંહે છોડ્યા નથી અને ભરણસિંહની કૃપાથી તમે શહેરમાં એવી હજારો શટલ રિક્ષાઓ જોશો જેમાં નિયમ કરતા વધુ મુસાફરો ઠાંસી ઠાંસીને બેસાડેયલા હોય છે અને અધુરામાં પુરુ આગળની બંને સાઇડ પણ મુસાફરો બેસાડેલા જોવા મળે છે. રેલવે સ્ટેશનથી ન્યાય મંદિર, ન્યાય મંદિરથી વાઘોડીયા રોડ અને આજવા રોડ સહિતના વિસ્તારોમાં તથા રેલવે સ્ટેશનથી ગોત્રી કે ઓપી રોડ કે વાસણા રોડ કે તાંદલજા તરફ જતી શટલ રિક્ષાઓમાં તમે નજર કરશો તો તમને ટ્રાફિકના ભરણ સિંહની કૃપા અચૂક જોવા મળશે. માત્ર વહિવટદારોની ગાડીઓને જ શહેરમાં પ્રવેશવાની મંજૂરી ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભલે કડક કાર્યવાહીની વાત કરતા હોય પણ રવિવારે પણ અમિત નગર સર્કલ પાસે ધોળા દિવસે ઉભેલી લકઝરી બસો જોવા મળી રહી હતી. જે નિયમોનો ભંગ સમાન છે. ભારદારી વાહનો અને લકઝરી બસોને દિવસ દરમિયાન શહેરમાં પ્રવેશવાની મંજૂરી નથી છતાં વારંવાર લકઝરી બસો કેમ શહેરમાં પ્રવેશે છે તે સમજાય તેવું છે. ટ્રાફિક પોલીસ દ્વારા શનિ રવિમાં કડક કાર્યવાહી કરાઇ પણ જેમની બર ભરણ સિંહની કૃપા છે તેવી ગાડીઓ બિન્ધાસ્ત શહેરમાં પ્રવેશ કરતી હતી અને કૃપા ના હોય તેવી ગાડીઓને શહેરમાં પ્રવેશબંધી ફરમાવાઇ હતી. મોડે મોડે પણ પોલીસ જાગી ખરી શહેર ટ્રાફિક પોલીસ ભરણ સિંહના અજગરી ભરડામાં છે તેવા અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ટ્રાફિક પોલીસ શાખા મોડે મોડે જાગી હતી અને શનિ રવિના ગાળામાં પોલીસે ખાસ ઝુંબેશ કરીને અમિત નગર સર્કલ, ગોલ્ડન બ્રિજ અને દુમાડ ચોકડી સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પેસેન્જર બેસાડતા અને ગુજરાત એસ.ટી વિભાગને ચૂનો ચોપડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.. 2 દિવસના ગાળામાં ટ્રાફિક પોલીસે 53 જેટલી ઇકો અને અર્ટીગા ગાડીઓ થથા અન્ય 6 વાહોન મળીને 59 વાહનોને ડિટેઇન કરાયા હતા તો એક વાહન ચાલક સામે એમ વી એક્ટ મુજબ સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.ટ્રાફિક પોલીસના 2 કર્મચારીઓની ઓડિયો ક્લિપની મને જાણ નથી.ટ્રાફિક પોલીસના એસીપી જે.આઇ.વસાવાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરના આદેશ અનુસાર અણિત નગર સહતિના વિસ્તારોમાં ગેરકાયદેસર મુસાફરો ભરતા અને ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતા વાહન ચલાકો સામે કાર્યવાહી કરાઇ રહી છે. જો કે તેમને ટ્રાફિક પોલીસના ઘનશ્યામ અને ભરત ચૌધરી નામના કર્મચારીઓની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મુદે પુછવામાં આવતા તેમણે આવી કોઇ ઓડિયો ક્લિપ વિશે મને જાણકારી નથી તેમ જણાવ્યું હતું.

Reporter: admin







