ભાલીયાપુરા ગામની આસપાસના વિસ્તારોમાં રેઇડો કરી દેશીદારૂ અને દેશીદારૂ ગાળવા માટેનો વોશનો જથ્થો શોધી કાઢી છ વ્યક્તિઓ સામે પ્રોહી એકટ અન્વયે કાર્યવાહી કરતી
આ લોકસભાની ચૂંટણી શાંતીમય અને એખલાસ ભર્યા વાતાવરણમાં થાય તે માટે પ્રોહીબીશનની પ્રવૃતી નિસ્તેનાબુદ કરવા માટે પ્રોહીબીશનની રેઇડો કરવા મા આવી હતી.
એલ.સી.બી.ના પો.સબ ઇન્સ. બી.જી.વાળા તેમજ ટિમના માણસોએ આજરોજ વહેલી સવારના સમયે દેશીદારૂ અનુસંધાને ભાલીયાપુરા ગામની આસપાસના વિસ્તારોમાં રેઈડ કરી રેઇડ દરમ્યાન જુદા જુદા બેરેલો અને ટાંકીમાં આવેલ દેશીદારૂ ગાળવા માટે ઉપયોગમાં લેવાતો વોશ કુલ લીટર - ૨૯,૭૦૦ કુલ કિંમત રૂપીયા ૫૯,૪૦૦/- તેમજ માનવ સ્વાસ્થય માટે હાનીકારક દેશીદારૂ કુલ લીટર - ૩૫૫ કી.રૂ.૭૧૦૦/- નો મળી આવતા આ દેશીદારૂ તેમજ વોશનો જથ્થો વગર પાસ પરમીટે રાખનાર કુલ - ૦૬ ઇસમો સામે પ્રોહીબીશન એકટ અન્વયે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ-સરનામા
(૧) કિશનભાઇ રણજીતભાઇ રાઠોડ રહે.વડદલા રોડ નવીનગરી વડોદરા
(૨) સંજયભાઇ રાજુભાઇ તડવી રહે. તરસાલી શાકમાર્કેટ પાસે ઝુપડપટ્ટી વડોદરા
(૩) વિષ્ણુભાઇ ભાઇલાલભાઇ માળી રહે. મકરપુરા બળીયાદેવ નાળુ જામ્બુઆ વડોદરા
(૪) બચીખાન ગુલાબસીંગ પઠાણ રહે.મકરપુરા ગામ માળી ફળીયુ વડોદરા
(૫) રામલખનભાઈ ગૌતમભાઈ રીશ રહે. તરસાલી નવીનગરી વડોદરા
(૬) વોન્ટેડ -મહેશભાઇ વિઠ્ઠલભાઇ ઠાકરડા રહે. ભાલીયાપુરા ટેકરાવાળુ ફળીયુ વડોદરા
Reporter: News Plus