વડોદરા શહેરના ટાવર ચાર રસ્તા પાસે તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે ચેઇન સ્નેચીંગનો ગુનો બનેલ જેમાં ફરીયાદી સિનીયર સીટીઝન મહીલા ટાવર ચાર રસ્તા પાસે ઘીકાંટા રોડ પર પોતાની કબીર ઇસ્ત્રી ઘર નામની દુકાનમા હાજર હોય તે દરમ્યાન સાંજના સાત વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઇસમ આશરે ૨૫ એક વર્ષનો જેણે શરીર ઉપર કાળા કલરનો ઝભ્ભો અને કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ જે ફરીયાદીશ્રીની દુકાન ઉપર આવી કપડા ઇસ્ત્રી કરી આપવા બાબતે ફરીયાદીબેન સાથે વાતો કરતા કરતા ફરીયાદીબેને ગળામાં પહેરેલ સોનાની ચેઇન આશરે દોઢ તોલા વજનની આશરે કિંમત રૂ. ૫૦,૦૦૦/- ની ખેચીને તોડી દુકાન ઉપરથી નાસી જઈ ગુનો ગુનો કરેલ હોય આ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી ઇસમ સામે ગુનો નોંધાયેલ.
.
આ ચેઇન સ્નેચીંગના ગુનામાં સંડોવાયેલ આરોપી ઇસમની સી.સી.ટી.વી. ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારીત સતત કરેલ તપાસ દરમ્યાન આ ચેઇન સ્નેચીંગના ગુનામાં ઇસમ નામે સઇદ બસીરભાઇ મલેક ઉ.વ.૨૫ હાલ રહે. ગામ ગોઠડા તા.સાવલી જી.વડોદરા મુળ મચ્છીપીઠ, રાવપુરા, વડોદરાની સંડોવણી હોવાની હકીકત જણાઇ આવતા જેથી આ ઇસમની સતત કરેલ શોધખોળ દરમ્યાન આજરોજ મળેલ માહીતી આધારે આ ઇસમ નામે સઇદ બસીરભાઇ મલેકને ભુતડીઝાંપા મેદાન સામેથી શોધી સદર ઇસમની પ્રાથમીક પુછપરછ દરમ્યાન રૂપીયાની જરૂર હોવાની કારણે આ ચેઇન સ્નેચીંગનો ગુનો કરેલાની અને આ સ્નેચીંગ કરેલ સોનાની ચેઇન આધારે આર્થીક લાભ મેળવી અજમેર ખાતે નાસી ગયેલાનુ અને હાલમાં વડોદરા ખાતે આવતા પકડાઈ ગયેલાની હકીકત જણાવતા જેથી સદર ઇસમને આગળની તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
Reporter: News Plus