શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપના અધિકારીઓની ટીમે ગઈકાલે રાત્રે રણોલીની અક્ષર રેસિડેન્સીના પાંચમા માળે રહેતા બાઝસીંગ સરદારને 40 ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો હતો. પકડાયેલો આરોપી ડ્રગ પેડલર હતો. એસઓજીની ટીમે એને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીની પુછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેર નજીકના રણોલી ગામ પાસેની અક્ષર રેસિડેન્સીના પાંચમા માળે રહેતો બાઝસીંગ સરદાર માદક પદાર્થોનો વેપલો કરતો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગૃપને મળી હતી. જેને આધારે ગઈકાલે રાત્રે બાઝસીંગના ઘરે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં બાઝસીંગના ઘરેથી 40 ગ્રામ જેટલુ હેરોઈન મળી આવ્યુ હતુ. જેની કિંમત રૂપિયા 1.58 લાખ હતી. પોલીસે એનડીપીએસ એક્ટ અંતર્ગત બાઝસીંગ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. પોલીસે બાઝસીંગ સરદારની પુછપરછ શરૂ કરી છે. પોલીસને જાણવુ છે કે, આરોપી બાઝસીંગ સરદાર હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. અને વડોદરામાં એના ગ્રાહક કોણ કોણ હતા. પોલીસે એની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.
...
Reporter: News Plus