બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ 'મહારાજ' સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે હાલ ટેમ્પરલી સ્ટે લગાવ્યો હતો અને ફિલ્મ જોયા બાદ ફેંસલો લેવાનો નિર્ણય લીધો હતો. આજે 21 જૂને ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પર લગાવેલા સ્ટેને દૂર કરી દીધો છે. જેથી આગામી ટૂંક સમયમાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
ગુજરાતી પત્રકાર સૌરભ શાહે 'મહારાજ' લેખ 1862 માં મુંબઈ સુપ્રીમ કોર્ટમાં ચાલેલા લાયેબલ કેસ પર લખ્યો હતો. મુંબઈ સમાચાર દૈનિક પાત્રમાં શ્રેણી પ્રસિદ્ધ થઇ હતી. જેના પર આ પીચર બની છે.
'મહારાજ' ફિલ્મ પર લગાવેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આ ફિલ્મ જોયા બાદ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી ન હતી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા ટૂંક સમયમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.
'મહારાજ' ફિલ્મ 1862 કેસ પરકેસ પર આધારિત જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનીત ફિલ્મ મહારાજ 1862ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. 'મહારાજ લિબેલ કેસ'- ના નામે ઓળખવામાં આવે છે.
Reporter: News Plus