News Portal...

Breaking News :

ત્રિરંગા યાત્રા પુર્વે પોલીસે હરણી લેકઝોન પીડિત પરિવારને કર્યા નજરકેદ

2025-05-14 18:18:21
ત્રિરંગા યાત્રા પુર્વે પોલીસે હરણી લેકઝોન પીડિત પરિવારને કર્યા નજરકેદ


વડોદરા : મુખ્યમંત્રી સામે જ ન્યાયની ગુહાર લગાવનાર હરણી લેકઝોન પીડિત પરિવારને આજે નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 


આજરોજ વડોદરા શહેર ભાજપ દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાને લઇ ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,જોકે ત્રિરંગા યાત્રા પૂર્વે પોલીસ દ્વારા હરણી લેકઝોન પીડિત પરિવારને નજરકેદ કરાયા છે.


ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધન દરમિયાન પીડિત પરિવારની મહિલાઓએ ઉભા થઇને ન્યાયની ગુહાર લગાવી હતી,આ મામલે ભાજપના કાઉન્સિલર આશિષ જોશીને પણ ભાજપે બરતરફ કર્યા હતા.

Reporter:

Related Post