News Portal...

Breaking News :

બંધ ફેક્ટરી પર નજર રાખી તેમાં ચોરી કરનાર ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા

2025-12-20 12:32:08
બંધ ફેક્ટરી પર નજર રાખી તેમાં ચોરી કરનાર ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા


વડોદરાઃ રિક્ષામાં ફરીને બંધ ફેક્ટરી પર નજર રાખી તેમાં ચોરી કરનાર ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.



મકરપુરા જીઆઇડીસીની એક બંધ ફેક્ટરીમાં થોડા દિવસો પહેલાં ચોરીનો એક બનાવ બન્યો હતો.જેમાં ચોરો કોપના બંડલો ચોરી ગયા હતા.પોલીસે તપાસ કરતાં રિક્ષામાં કેટલાક લોકો ચોરી કરીને જતા દેખાયા હતા.જેથી સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તાંદલજા વિસ્તારમાંથી ચાર જણાને ઝડપા પાડ્યા હતા.


પકડાયેલાઓમાં ઇરશાદ દિવાલ(આલા હજરત ફ્લેટ, તાંદલજા),યુવરાજ યાદવ(ક્રિષ્ણા પ્લાસ્ટિક સામે,જીઆઇડીસી,ગણેશ બાવસ્કર(બાલાજી માર્બલ સામે,માંજલપુર) અને કાન્હાલાલ કુમાવત(બાજવા,પ્રભુનગર સોસાયટી સામે)નો સમાવેશ થાય છે.પોલીસે તેમની પાસેથી કોપરના બંડલોમાંથી બનાવેલા તાંબાની રૃ.25હજારની કિંમતની 12 પાટ, રિક્ષા અને સ્કૂટર કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Reporter: admin

Related Post