સામગ્રીમાં 150 ગ્રામ ગાંઠિયા, 100 ગ્રામ પલાળેલા કાજુ, 50 ગ્રામ ગાંઠિયાનો ભૂકો, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 વાડકી ડુંગળીની ગ્રેવી, 1 વાડકી ટામેટાની ગ્રેવી, તજ અને લવિંગની જરૂરી છે.
એક કડાઈને ગેસ પર મૂકી તેલ ગરમ કરવા મુકો, હવે તેમાં ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બધા મસાલા મિક્સ કરો. હવે તેમાં ગાંઠિયા અને ભૂકો ઉમેરી મિક્સ કરો. ત્યારબાળ પલાળેલા કાજુ ઉમેરી બધા મસાલા ઉમેરી મિક્સ કરી 10 મિનિટ માટે ગેસ પર થવા દો. માત્ર થોડા સમયમાં શાક તૈયાર થઇ જશે.ઉપર થી કોથમીર ઉમેરી શકાય છે.
Reporter: admin







