વડોદરાઃ નાગરવાડા વિસ્તારમાં ગાંજો વેચતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી ગાંજો આપનાર સપ્લાયરની તપાસ હાથ ધરી છે.
નાગરવાડા વિદ્યાનંદજી ચોક નજીક એક શખ્સ ગાંજો વેચી રહ્યો હોવાની વિગતો મળતાં કારેલીબાગ પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન તેનું નામ જેઠા પરમાનંદ મંગતાણી (ગોલવાડ, નવીધરતી) હોવાનું ખૂલ્યું હતું.પોલીસે તેની પાસે રૃ.૧૧૦૦ની કિંમતનો ૨૨ ગ્રામ ગાંજો,વેચાણના રોકડા રૃ.૪૯૦ અને મોબાઇલ કબજે કર્યા હતા.પૂછપરછ દરમિયાન પાણીગેટનો સલીમ ગાંજો આપી જતો હોવાની વિગતો ખૂલી હતી.
Reporter: admin







