રાવપુરા, નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું...
આગામી રામનવમી અને રમજાન ઈદ તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ રાવપુરા, નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરતી વડોદરા શહેર રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશન ટીમ.

આગામી સમયમાં રામનવમી અને રમજાન ઈદ્દના તહેવારે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર લીના પાટીલ તરફથી કાયદો અને વ્યવસ્થાની જાળવવા સુચના આપેલ જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે આયોજનરૂપે “ઝોન-2” ડી.સી.પી.અભય સોનીની અધ્યક્ષતામા તથા “સી” ડીવિઝનના એ.સી.પી. અશોક રાઠવા સાહેબ તથા નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એસ.અસારી તથા પો.ઈન્સ એ.એ.વાઘેલાની હાજરીમાં નવાપુરા/ રાવપુરા પોસ્ટે હદ વિસ્તારના સંવેદીનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.




Reporter: admin







