તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
(1) ધવલભાઈ ભરતભાઇ ઠકકર
(2) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
(3) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
(4) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
(5) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
(6) રાહુલ લલીતભાઇ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
FIRમાં RMCના ફાયર ઓફિસર બી.જે. ઠેબાનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું 50×60 મિટરનો ફેબ્રિકેશનનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો બે થી ત્રણ માળનો લોખંડના એન્ગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો.કલમ – ૩૦૪ માં સાપરાધ મનુષ્યવધની સજાની-જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમમાં જણાવેલ સજા મુજબ ખુન ન ગણાય એવા સાપરાધ મનુષ્યવધ માટે આજીવન કેદ અથવા ૧૦ વર્ષની કેદની સજા તેમજ દંડની જોગવાઈ કરવામાં આવેલી છે
યુવરાજસિંહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરવામાં આવી છે.રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા પણ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી.JCP વિધિ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે.ગેમિંગ જોનમાં નવેમ્બર 2023માં રૂટિન લાઇસન્સ આપવામાં આવ્યું હતું : રાજુ ભાર્ગવ.1 જાન્યુઆરી થી લાઇસન્સ રીન્યુ કરી આપવામાં આવ્યું હતું અધિકારીઓના નિવેદનો અને તપાસ SITની ટીમ તપાસ કરશે,કાગળો રજૂ કર્યા છે તેમાં ફાયર સેફટીના બિલો રજૂ કર્યા હતા.પાર્ટનરશીપ ડિડ હતું તેના આધારે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.TRP ગેમ ઝોનના અગ્નિકાંડમાં રાજકોટ પોલીસે ગેમિંગ ઝોન માટે આપી હતી મંજૂરી.રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાઇસન્સ આપ્યું હતું.
Reporter: News Plus