News Portal...

Breaking News :

તંત્રની આંખો ક્યારે ખુલશે? વારંવાર આવી ઘટના બને છે પણ તપાસના નામે આખરે મીંડું.

2024-05-26 14:51:06
તંત્રની આંખો ક્યારે ખુલશે? વારંવાર આવી ઘટના બને છે પણ તપાસના નામે આખરે મીંડું.


ભૂતકાળ મા થયેલી દુર્ઘટના જ્યાં કોઈ ભૂલી નઈ શકતું ત્યા નવી દુર્ઘટના સામે આવે છે.

1. 24 મે 2019- સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ
2 30 ઓક્ટોબર 2022- મોરબી બ્રિજ દુર્ઘટના
3 18 જાન્યુઆરી 2023- વડોદરા હરણી બોટ દુર્ઘટના
4. 25 મે 2024 રાજકોટ  ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ


રાજકોટ શહેરમા ગત રોજ થયેલી દુર્ઘટના મા લાગેલી ભીષણ આગમાં 12 બાળકો સહિત 35 લોકોના મોત થઈ ગયા છે.દુર્ઘટના બન્યા બાદ રાજકોટ પોલીસે TRP ગેમ ઝોનના માલિક અને તેના મેનેજરની અટકાયત કરી છે. છેલ્લા ચાર વર્ષથી ફાયર એન.ઓ.સી. સહિતની મંજુરી વગર ચાલતો   'ટીઆરપી ગેમ ઝોન'માં તંત્ર ની બેદરકારીના કારણે આગ લાગતા ક્ષણભરમાં ડોમ સળગી ઉઠતા તેમાં રહેલા 9 બાળકો સહિત 35થી વધુ લોકો એ જીવ ગુમાવ્યા છે.ગરમી ની રજા મા લોકો બાળકો  ને લઇ TRP ગેમ ઝોનમાં આવતા હોય છે, ઘરે થી હસતા રમતા બાળકો ને ક્યાં ખબર હતી કે આ રમત તો એમની જિંદગી ની રમત રમી જશે, આવી ઘટનાઓ પેહલી વાર નથી બની, અગાઉ પણ આવી ઘટનાઓ બની ગઈ છે છતાં અંધ તંત્ર ને એની કોઈ ચિંતા નથી, નિર્દોષ લોકો ના જીવ ની આ તંત્ર ને કોઈ ચિન્તા નથી


કોઈએ પોતાના બાળકો તો કોઈએ પોતાના માતા - પિતા ગુમાવ્યા છે, ને ઠેર ઠેર ગેમ ઝોન, બોટિંગ ને પિકનિક માટે ની જગ્યા માટે સરકાર મંજૂરી આપે છે પણ ત્યા આવનાર ની સેફ્ટી શુ એની કોઈ ને ચિંતા નથી હોતી.જયારે કોઈ દુર્ઘટના બને તો લોકો દુઃખદ શબ્દો મીડિયા મા કહી દે, દુઃખદ પોસ્ટ મૂકી દે પણ શુ આમ કરવાથી જેના ઘર ના ફુલકાઓ  ને જેમના ઘર ના સભ્યો એ જીવ ગુમાવ્યો ગયા છે એ પાછા લાવી શકશો, આ બધી બેદરકારી નુ ધ્યાન રાખવામાં નઈ આવે તો આવનાર  પેઢી માટે નુ ભવિસ્ય ઉજળું દેખાતું નથી. માત્ર દુખ વ્યક્ત ના કરતા એના સામે કડક પગલાં લેવા જોઈએ, જેની ભૂલ છે એને કડક સજા મળવી જોઈએ નઈ કે સત્તા ના જોર પર છૂટી જવા જોઈએ તો એ ખરો ન્યાય છે ને કદાચ લોકો નો ભરોસો જીતી શકાશે.

Reporter: News Plus

Related Post