ડભોઇ નજીક વઢવાણ રોડ પર આવેલ આશરે ચાર સો વર્ષ જૂની ખાડીવાવ ની હાલત બદતર થયેલ છે જે અન્ય સ્થાપત્યોની જેમ વાવોની જાળવણી કરવામાં તંત્ર ભેદરકાર પુરવાર થયેલ છે.
ઐતિહાસિક વાવો વિશે ના ઇતિહાસકારો લોકોને કહેતા હતા કે તેના પાણીનો ઉપયોગ દરેક ઘરોમાં કરવામાં આવતો હતો વર્ષો અગાઉ પહેલા દરેકના ઘરે નળ ના હતા જેથી ગામના લોકો તળાવ અને નજીકમાં આવેલ વાવ ના પાણી નો ઉપયોગ કાયમ કરતા હતા જેના કારણે વાવ ના પાણી કાયમ માટે શુદ્ધ રહેતા હતા અને સરકાર પણ આ વાવોની જાળવણી પહેલા કરવામાં આવતી હતી પુરાતત્વ વિભાગ દ્વારા આ વાવો પ્રત્યે ઉપેક્ષા થઇ હોવાથી આ દરેક વાવ ની એક અલગ જ કહાની હોય છે. દરેક વાવ ની અંદર જતા પહેલા માતાજીનું મંદિર આવે છે પહેલ ના જમાના માં આ વાવની અંદર દરેક લોકો વાવ માં જતા પહેલા માતાજીના દર્શન કરતા હતા. ડભોઇ નજીક વધવાના રોડ પર આવેલ ઐતિહાસિક વાવ જે માતાજીના મંદિર દિવાબત્તી થતા હતા. એમજ સંધ્યાકાળે આરતી પણ કરવામાં આવતી હતી આજે આ જગ્યા વિરાન થઈને બંધ પડેલી હાલતમાં નજરે ફરે છે.
ચારસો વર્ષ પહેલાની છે આ ખાડીવાવ તરીકે ઓળખાય છે આ વાવ અજબ ના બનાવો બનતા હોવાનું ત્યાંથી પસાર થતા રાત્રે લોકોમાં ચર્ચાય છે. આ વાવનું પાણી હાલમાં ખૂબ જ દુર્ઘટ મારે છે અને પાણી એકદમ કાળુ અને ગંદુ થઈ ગયેલ જોવા મળે છે અને વાવ ની ચારે તરફ જાડી ઝાંખરા પણ ઉગી નીકળેલ છે જેથી વાવ પાસે જવું શકય જ નથી વાવ ની હાલત એ રીતે હીરાભાગોળ બહાર આવેલ કોળીવાવ પાસે તો જવાનો રસ્તો તો ફક્ત ટોચ જ દેખાય છે જે દૂર થી જોઈ શકાય છે પુરાતત્વ ખાતા દ્વારા વાવો ની ઉપેક્ષા થઈ રહી જેને કારણે આજે જોવા લાયક વાવોમાં પણ જવું અથરું થઈ ગયેલ છે લાલા ટોપી ની વાવ પણ ડભોઈ નજીક આવેલ છે આવી અનેક વાવો આજે ડભોઇ તાલુકા મા ઐતિહાસિક વાવો ની જાળવણી કરવામાં તંત્ર બેદરકાર સાબિત થયેલ હોવાનું જોઈ શકાય છે. જેને લઈ લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ ભભૂકી ઉઠેલ જોવા મળે છે.
Reporter: News Plus