News Portal...

Breaking News :

ડભોઇ તાલુકાના કરનેટ ઓરસંગ નદીના બ્રિજ ના પાયા પણ દેખાઈ રહ્યા છે

2024-05-26 14:25:39
ડભોઇ તાલુકાના કરનેટ ઓરસંગ નદીના બ્રિજ ના પાયા પણ દેખાઈ રહ્યા છે


પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતીખનન નહીં કરવાના નિયમનું ઉલ્લંઘનકરણેટ પુલ પાસે ઓરસંગમાં રેતીખનનથી પુલને જોખમવિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માગ ડભોઈ તાલુકાના કરણેટ ગામને જોડતો ઓરસંગ નદીના પુલની  વ્યાપક પ્રમાણમાં રેતીનું ખોદકામ થયું છે. 


આમ છતાં તંત્ર નિંદ્રાધીન જોવા મળે છે.જ્યાં રેતી ખનન થતું હોય એવા વિસ્તારમાં પુલથી નજીકના વિસ્તારમાં રેતી ખનન ઉપર પ્રતિબંધ છે.પુલથી 500 મીટરના વિસ્તારમાં રેતીખનન કરી શકાતું નથી. છતાં પણ ડભોઇ તાલુકાના છેવાડે આવેલા કરણેટ ગામ નજીક ઓરસંગ નદી ઉપર કરણેટ ગામ સુધીનો પુલ છે, તેની એક બાજુએ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે. માત્ર પુલની નજીક જ નહીં પણ પુલની નજીક આવેલા કિનારાના વિસ્તારમાં પણ વ્યાપક પ્રમાણમાં રેતી ખનન થયેલું છે.


હાલમાં મે મહિનો પૂરો થવા આવ્યો છે. જૂન મહિનામાં વરસાદ પડે અને નદીમાં પાણી આવે એટલે આવા આડેધડ થયેલા રેતીખનન ઉપર પાણી ફરી વળે એટલે ખોદકામ ઢંકાઈ જાય. બેફામ પ્રમાણમાં અહીં ખોદકામ થયેલું હોવાના કારણે નજીકના પુલને પણ ભવિષ્યમાં અસર થઈ શકે એમ છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા આ વિસ્તારમાં થયેલા વ્યાપક ખોદકામ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય એવી માંગ ઉઠી રહી છે.ક રનેટ પુલ નજીકથી મોટી માત્રામાં રેતીનો વેડફાટ થયો.

Reporter: News Plus

Related Post