ગેમિંગ ઝોન ચાલુ કરવા માટેની જે મંજૂરી લેવામાં આવે છે તેની વિગતો મંગાવાઈ.ગૃહ વિભાગને 28 મે સુધી બધી વિગતો પહોંચતી કરવા માટેનો આદેશ
રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં 28 જિંદગી એ પોતાની જાન ગુમાવી છે . જાણવામાં આવ્યુ છે કે કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો, હાલ મા ત્યા DNA સેમ્પલ લેવાઈ રહ્યા છે જે માટે ગૃહ વિભાગે એક પરીપત્ર કર્યો ,જેમાં ગેમ ઝોન ચાલુ કરવા કઈ કઈ મંજૂરી જોઈતી હોય છે તેની વિગતો મંગાવવામાં આવી છે.
રાજકોટની ગેમઝોનનની દુઃખદ દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સાથે છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે,તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે
Reporter: News Plus