News Portal...

Breaking News :

પોક્સોના આરોપી ચુકાદો સાંભળતા આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો

2025-08-13 15:50:43
પોક્સોના આરોપી ચુકાદો સાંભળતા આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો


ગાંધીનગર : કોર્ટમાં જજે પોક્સોના આરોપીને દોષિત ઠેરવતાં 20 વર્ષની સજા સંભળાવતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો સાંભળતા જ આરોપી કોર્ટમાંથી જ નાસી છુટ્યો હતો. 



આરોપીને પકડવા માટે પોલીસ તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર સ્પેશ્યલ કોર્ટમાં આ ઘટના બની હતી. જેમાં મૂળ દાહોદનો આરોપી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ આરોપી મૂળ ધોળાકુઆ ખાતે મજૂરી કરતો હતો. રામસિંહ નામનો આરોપી આ આરોપીએ કામના સ્થળે સગીર યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્પેશ્યલ પોકસો કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજે 1.30 વાગ્યાના સમય દરમિયાન તેને જજ ધ્વારા  20 વર્ષની સજા ફટકારવામાં  આવી હતી અને સજા સાંભળીને જ તે કોર્ટનો કઠગરો કૂદીને ભાગી ગયો હતો. 


પ્રાપ્ત માહિતી મુજબ આરોપીને પકડવા પોલીસ પણ પાછળ દોડી હતી પરંતુ તે કોર્ટ બહાર ભાગી છૂટયો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં એક આરોપી હથિયાર સાથે ગાંધીનગર કોર્ટ કેમ્પસમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. હાલમાં ગાંધીનગર કોર્ટમાં બંને ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત રહે છે. જેમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સાથે અન્ય પોલીસ કર્મીઓ કોર્ટ સંકુલની સુરક્ષા કરે છે.

Reporter: admin

Related Post