વડોદરા શહેરમાં ટુક જ સમયમાં ગણપતિ મહોત્સવ તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે સેફોન ટાવર થી પોલીટેકનિક સુઘીની તારા બાગ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની આગમન યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા શહેરના તારા બાગ યુવક મંડળ છેલ્લા 10 વર્ષથી ગણપતિ બાપાનું સ્થાપના કરતું આવ્યું છે ત્યારે આ વર્ષ શંકર ભગવાન સ્વરૂપમાં પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં તારાબાગ યુવક મંડળ પ્રમુખ હેમંત.સતપાલ તથા ઉપ પ્રમુખ પ્રતિક સોની તથા વિજય સતપાલ તથા તારા બાગ યુવક મંડળના તમામ સભ્યોની હાજરીમાં તારા બાગ યુવક મંડળ ગણપતિ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી જે તાલ સાથે વાચતે ગાજતે ગણપતિ બાપાની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી



Reporter: admin







