પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (LGBIA) ખાતે નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
એક વર્ષથી ઓછા સમયમાં પરિકલ્પનાથી લઇ કાર્યાન્વિત કરવા સુધીની બાબતો સઘળી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એક અકલ્પનીય વેગીલી સફર અદાણીએ સંપ્પન કરી છે.પ્રધાનમંત્રી દ્વારા ફેબ્રુઆરીમાં એડવાન્ટેજ આસામ 2.0 અંતર્ગત ટર્મિનલની ડિઝાઇનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીના અંત સુધીમાં કામગીરી શરૂ થવાની અપેક્ષા સાથે આજે ખુલ્લું મૂકાવાની સાથે ભારતના ઉડ્ડયન માળખાની કલ્પના, નિર્માણ, પરીક્ષણ અને જીવંત કામગીરી માટે સજ્જ થવાની ગતિને ઉજાગર કરે છે. જર્મનીના મ્યુનિકથી નિષ્ણાતોની ટીમ દ્વારા સમર્થિત એક વ્યાપક ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફર (ORAT) કાર્યક્રમે એ ખાતરી કરી છે કે સિસ્ટમ્સ, પ્રક્રિયાઓ, કર્મચારીઓ અને મુસાફરોના પ્રવાહને પહેલા દિવસથી જ સુરક્ષિત અને અવિરત કામગીરી માટે ગોઠવવામાં આવી છે.પ્રાદેશિક ઓળખ આધારિત આધુનિક પ્રવેશદ્વાર તરીકે પરિકલ્પના કરાયેલ આ ટર્મિનલનું "ધ બામ્બૂ ઓર્કિડ્સ" નામાભિધાન કરવામાં આવ્યું છે. જે આસામના પ્રતિષ્ઠિત કોપૌ ફૂલ (શિયાળની પૂંછડીવાળું ઓર્કિડ) અને આસામના ભોલુકા વાંસ અને અરુણાચલ પ્રદેશના અપટાણી વાંસ જેવી સ્વદેશી વાંસની જાતોમાંથી પ્રેરીત કરવા સાથે કુદરતી સામગ્રી, દિવસનો વિપુલ પ્રકાશ અને સમકાલીન ડિઝાઇનનું મિશ્રણ, સ્થાપત્ય તેમજ ઉત્તરપૂર્વની ઇકોલોજીકલ અને સાંસ્કૃતિક સમૃદ્ધિને દર્શાવે છે. આ ટર્મિનલના નિર્માણ માટે પ્રદેશમાંથી સ્થાનિક રીતે મેળવેલો અંદાજે 140 મેટ્રિક ટન વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને ભારતના પ્રકૃતિ-પ્રેરિત એરપોર્ટના સ્થાપત્યના સૌથી અગ્રણી દ્દષ્ટાંતોમાં મૂકે છે જેમાં આધુનિક એન્જિનિયરિંગ દ્વારા પરંપરાગત કારીગરીની પુનઃકલ્પના કરવામાં આવી છે.
ગુવાહાતી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. દ્વારા વિકસાવવામાં આવેલા આ પ્રકલ્પનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) દ્વારા કરવામાં આવશે. આ ટર્મિનલ અદાણી ગ્રુપના શ્રેષ્ઠ માળખું પુરું પાડવા પ્રત્યેના સંકલ્પિત અભિગમનું ઉદાહરણ આપતા આ જટિલ ઉડ્ડયન પ્રકલ્પોમાં શ્રેષ્ઠ ડિઝાઇન, ઇજનેરી ક્ષમતા તેમજ ઓપરેશનલ રેડીનેસ એન્ડ એરપોર્ટ ટ્રાન્સફરના વડપણ હેઠળ તૈયારી અને સમયસર અમલીકરણના સંકલન એક તાંતણે જોડે છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને એક વિશાળ રાષ્ટ્રીય સંદર્ભમાં વર્ણવી તેને પૂર્વોત્તર આસામમાં ચાલી રહેલા વિશાળ ’વિકાસ કા ઉત્સવ’નો હિસ્સો ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આસામ એક્ટ ઇસ્ટની નીતિ હેઠળ ભારતના પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઉભરી રહ્યું છે. ભારત વિશ્વની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનવાના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે વાંસથી સમૃદ્ધ આ ટર્મિનલ શક્તિ, ટકાઉપણું અને વિક્સિત ભારતને તાકાત આપવામાં રાજ્યની વધતી ભૂમિકાના પ્રતીક તરીકે ઉભરી આવશે.
Reporter: admin







