સ્થાનિકોની લેખિત ફરિયાદ બાદ ધારાસભ્ય ની રજૂઆતથી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યુ.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાનૂની રીતે મદરેસા ચાલતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.સ્થાનિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ જિલ્લા સંકલન બેઠક દરમિયાન કલેક્ટરને આ બાબતે રજૂઆત કરી હતી.
રજૂઆતના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મદરેસા ગેરકાનૂની હોવાનું સામે આવતાં સંબંધિત મદરેસાને પ્રથમ સીલ કરવામાં આવી અને ત્યારબાદ તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી બાદ રાજીવનગર તથા આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોએ ખાસ કરીને સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમયસર પગલાં ભરવા બદલ પ્રશંસા કરી હતી.
Reporter: admin







