News Portal...

Breaking News :

સરદાર પટેલની 150મી જયંતિ નિમિતે યુનિટી માર્ચ માટે આયોજન બેઠક

2025-11-13 11:48:28
સરદાર પટેલની 150મી જયંતિ નિમિતે યુનિટી માર્ચ માટે આયોજન બેઠક


વડોદરામાં લોહપુરુષથી પ્રેરિત કાર્યક્રમની તૈયારીઓ તેજ...


દેશની એકતા અને અખંડતાના પ્રતીક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિને નિમિત્તે આગામી દિવસોમાં વડોદરા શહેરમાં “સરદાર @ 150 યુનિટી માર્ચ”નું ભવ્ય આયોજન થવાનું છે. આ આયોજનની પૂર્વ તૈયારીઓ અંતર્ગત શહેરના સંબંધિત પદાધિકાઓની બેઠક શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.બેઠકમાં આયોજકો અને પદાધિકારીઓને કાર્યક્રમનાં વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 


શહેરના મુખ્ય માર્ગો પર માર્ચ યોજાશે તથા સરદાર પટેલના જીવનમૂલ્યો, એકતા, દેશભક્તિ અને રાષ્ટ્રીય સમરસતાનો સંદેશ પ્રસરે તેવા કાર્યક્રમોની રૂપરેખા ચર્ચાઈ હતી.સ્થાનિક પ્રશાસન તથા સ્વયંસેવક સંસ્થાઓની સહયોગી ભાગીદારી સાથે આ યુનિટી માર્ચ વડોદરા શહેરની ગૌરવપૂર્ણ ઉજવણી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post