News Portal...

Breaking News :

આગામી 19 ડિસેમ્બરે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાશે, નોટિફીકેશન પ્રસિદ્ધ કરાયું

2025-11-13 11:46:24
આગામી 19 ડિસેમ્બરે વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાશે, નોટિફીકેશન પ્રસિદ્ધ કરાયું


વડોદરા વકીલ મંડળની ચૂંટણી આગામી 19-12-2025ના રોજ થશે. આ ચૂંટણી માટેનું નોટિફીકેશન આજે જાહેર કરવામાં આવ્યું છે. 


નોટિફીકેશન મુજબ મેમ્બરશીપ માટેની ફીસ ભરવાની છેલ્લી તારીખ 22-11-2025 જાહેર કરાઇ છે તથા પ્રોવિઝીનલ વોટર લિસ્ટ 24-11-2025ના રોજ પ્રસિદ્ધ થશે. જો કોઇને વાંધો હોય તો ચૂંટણી કમિશનર સમક્ષ 26-11થી 28-11 તારીખોમાં રજૂ કરી શકશે. નોટિફીકેશ મુજબ ફાઇનલ વોટર લિસ્ટ 29-11-2025ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારો પોતાનું નોમિનેશન  1-12-2025થી 05-12-2025 સુધી ભરી શકશે. નોમિનેશન ફોર્મની સ્કૃટીની 8 ડિસેમ્બરે થશે. ફોર્મ પાછુ ખેંચવાની તારીખ 9 ડિસેમ્બર જાહેર કરાઇ છે અને ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ 10 ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે અને 19-12-2025ના રોડ શુક્રવારે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. 



આ બેઠકો પર ચૂંટણી યોજાશે
પ્રમુખ, ઉપ પ્રમુખ તથા જનરલ સેક્રેટરી તથા જોઇન્ટ સેક્રેટરી મહિલા એડવોકેટ માટે અનામત રખાયેલી ટ્રેઝરર બેઠક, લાઇબ્રેરી સેક્રેટરી, 10 સભ્યોની મેનેજીંગ કમિટી  તથા મેનેજીંગ કમિટીની 3 મહિલા અનામક પોસ્ટ માટે આ ચૂંટણી યોજાશે વડોદરા વકીલ મંડળના ચીફ ઇલેક્શન કમિશનર અલકા યશવંતરાવ જાધવ તથા જોઇન્ટ ઇલે.કમિશનર રોહીતકુમાર પ્રવિણચંદ્ર શાહ તથા દ્વારકેશ રમણલાલ હરિભક્તિ તથા હિતેશ લલીતભાઇ ગુપ્તા અને હિતેશ કંચનભાઇ પટેલે આજે આ નોટિફીકેશન પ્રસિદ્ધ કર્યું હતું.

Reporter:

Related Post