News Portal...

Breaking News :

દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીમિલન કાર્યક્રમમાં ડૉ. જયપ્રકાશ સોનીની પ્રેરણાદાયી હાજરી

2025-11-13 11:37:32
દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીમિલન કાર્યક્રમમાં ડૉ. જયપ્રકાશ સોનીની પ્રેરણાદાયી હાજરી


શિક્ષણ-સેવાના મૂલ્યોને નવી દિશા આપે તેવી IMA વડોદરાની સમવેદનાત્મક પહેલ....



આઈ.એમ.એ. વડોદરાનો ‘પ્રયાસ’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો...
દિવ્યાંગ બાળકો માટે શાળા ફી વિતરણ તથા વાલીમિલન કાર્યક્રમનું આયોજનવડોદરા: ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) વડોદરાની “પ્રયાસ” યોજનાના અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે શાળા ફી વિતરણ તથા વાલીમિલન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને હાર્દિક વાતાવરણમાં યોજાયો.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શનપૂર્ણ શબ્દોએ કાર્યક્રમને વિશેષ પ્રેરણાદાયી બનાવ્યો હતો.


IMA વડોદરાની આ પહેલ “સક્ષમ” જેવી સેવા સંસ્થાના સહકારથી યોજાઈ હતી. પ્રયાસ યોજનાનો હેતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવાનો છે. કાર્યક્રમમાં અનેક દિવ્યાંગ બાળકોને શાળા ફી સહાય આપવામાં આવી હતી તેમજ વાલીઓ વચ્ચે ભેટી મંત્રણાનું વાતાવરણ સર્જાયું હતું.આ કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવતા, કરુણા અને શિક્ષણના મૂલ્યોને નવી દિશા અપાઈ હોવાનું આયોજકો તરફથી જણાવાયું હતું. દિવ્યાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે IMA વડોદરાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી અને સંવેદનાત્મક પહેલ તરીકે ઉભરી આવ્યો છે.

Reporter: admin

Related Post