કોલકાતા :પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું . આ ફ્લાઈટ ઈરાકથી બેઈજિંગ જઈ રહી હતી.
રસ્તામાં એક યાત્રીની તબિયત લથડતા આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે સવારે ફ્લાઈટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પ્લેનમાં 15 ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 100 પેસેન્જર્સ સવાર હતા.મીડિયા અહેવાલ પ્રમાણે 100 મુસાફરોથી ભરેલી ફ્લાઈટ ચીનની રાજધાની બેઈજિંગ જઈ રહી હતી. ફ્લાઈટ 1 કલાકમાં બેઈજિંગમાં લેન્ડ થવાની હતી. પરંતુ તે પહેલા જ પ્લેનમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પાઈલટને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.બીમાર પેસેન્જરનું નામ દેકન સમીર અહેમદ છે.
ફ્લાઈટમાં બેઠેલા સમીરની તબિયત અચાનક લથડી ગઈ હતી. આવી સ્થિતિમાં સવારે 10:18 વાગ્યે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) એ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ફ્લાઈટમાં તેમનો પલ્સ રેટ નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો હતો. આવી સ્થિતિમાં ઈમરજન્સી લેન્ડિંગ બાદ તેમને પ્લેનમાંથી ઉતાર્યા બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.ફ્લાઈટમાં 100 પેસેન્જર્સ અને 15 ક્રૂ મેમ્બર હાજર હતા. સમીર અને તેના પરિવારને કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. ત્યારબાદ 97 પેસેન્જર્સ સાથે ફ્લાઈટે ફરીથી 1:50 વાગ્યે બેઈજિંગ માટે ઉડાન ભરી હતી.
Reporter: