મોસ્કો : રશિયાનું વધુ એક પેસેન્જર વિમાન ગાયબ થઇ ગયું છે. 50 મુસાફરોને લઇને ઉડેલા વિમાનનું એર ટ્રાફિક કંટ્રોલર્સનો સંપર્ક તૂટી ગયો છે.
વિમાનની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તેના વિશે અત્યાર સુધી કોઇ જાણકારી મળી શકી નથી. રશિયાનું An-24 પેસેન્જર વિમાન અમૂર વિસ્તારના ટિંડા શહબ માટે ઉડ્યું હતું. આ વિસ્તાર ચીનની સરહદો સાથે જોડાયેલો છે.એર ટ્રાફિક કંટ્રોલર્સને વિમાનનું અંતિમ લોકેશન તેના લેન્ડિંગ પોઇન્ટથી કેટલાક કિલોમીટર પહેલા સુધીનું મળ્યું હતું પરંતુ હવે તેના વિશે કોઇ જાણકારી મળી નથી. કોઇ પણ રીતનો સંપર્ક થઇ શકતો નથી.ઘટનાની જાણકારી રશિયાના SHOT ન્યૂઝ અને ઇન્ટરફેક્સે આપી છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના થઇ હતી જેમાં 275 લોકો માર્યા ગયા હતા. આ ઘટના તે સમયે બની હતી જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન લંડન માટે ઉડ્યું હતું. આ દરમિયાન વિમાનમાં કેટલીક ખામી સર્જાઇ હતી અને તે ઝડપથી નીચે આવતા જ એક બિલ્ડિંગ પર તૂટી પડ્યું હતું. આ વચ્ચે રશિયામાં 50 મુસાફરોને લઇને ઉડેલુ વિમાન ગાયબ થતા ફરી આશંકાઓ થઇ રહી છે કે કોઇ વિમાન દુર્ઘટનાનો શિકાર તો નથી બન્યું.
Reporter: admin







