News Portal...

Breaking News :

રેલવે સ્ટેશન પાસે પંડ્યા બ્રિજ નીચે માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં આગ

2024-05-08 10:45:36
રેલવે સ્ટેશન પાસે પંડ્યા બ્રિજ નીચે માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં આગ



વડોદરા : શહેરમાં રેલવે સ્ટેશન પાસે પંડ્યા બ્રિજનીચેથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં આગ લાગી હોવાનો કોલ મળતા વડોદરા ફાયર ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 
આ આગની ઘટનાના સ્થળેથી ભડતું થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. 



સ્થાનિકોના કહેવા મુજબ આ વ્યક્તિ વેગન ઉપર ચડ્યો હશે અને હાઈ ટેશન લાઇન ને અડી જતાં તેનું સળગી જવા થી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે. 
આગ કયા કારણે લાગી હતી તે અકબંધ છે. ફાયર વિભાગ આ મામલે તપાસ શરૂ કરી છે.




પેટ્રોલ વેગન સંપૂર્ણ રીતે સલામત હોવાથી GRP અને RPF એ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીછે. જોકે માલગાડીને રવાના કરાવી હતી તેવું ફાયરવિભાગના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

Reporter: News Plus

Related Post