News Portal...

Breaking News :

સરકારી જમીનની ભૂગર્ભમાં 3,000 લિટરની ટાંકી બનાવી પેટ્રોલ ડીઝલનો ધંધો

2025-06-26 15:32:53
સરકારી જમીનની ભૂગર્ભમાં 3,000 લિટરની ટાંકી બનાવી પેટ્રોલ ડીઝલનો ધંધો


વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં પોલીસે ગેરકાયદે કાલા સોનાનો ધંધો કરતા સાત જણા સામે ગુનો દાખલ કર્યો છે. 



સયાજીપુરા એપીએમસીની સામે આવેલી સરકારી પડતર જમીનની ભૂગર્ભમાં 3,000 લિટરની ટાંકી ફીટ કરી પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવામાં આવતો હોવાની અને તેનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. પોલીસે ઉપરોક્ત સ્થળેથી અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી રૂ.એક લાખ ઉપરાંતની કિંમતનું 1344 લિટર ડીઝલ કબજે કર્યું હતું. 


જ્યારે પેટ્રોલ ડીઝલ કાઢવા માટે નોઝલ પંપ સહિતના સાધનો પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ગેરકાયદે લાવવામાં આવતો હોવાની તેમજ કોઈપણ પ્રકારની સેફ્ટી નહીં રાખી લોકોના જીવનું જોખમ સર્જવાની પ્રવૃત્તિમાં નાજુ ભરવાડ તેનો ભાઈ રાજુ ભરવાડ સહિતના સાત જણા સામેલ હોવાની વિગતો ખુલતા તમામ સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

Reporter: admin

Related Post