સામગ્રીમાં 200 ગ્રામ મૂળાની ભાજી, 1 મૂળો, 100 ગ્રામ બટાકા, 2 લીલા ચોપ કરેલા મરચા, 1 ચમચી લીબુંનો રસ, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 200 ગ્રામ ઘઉંનો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
મૂળાની ભાજીને સમારવી. મૂળાને છીણી લેવો. બટાકા બાફી માવો કરવો અને મૂળા મની ભાજી સાથે મેળવવો. તેમાં મીઠુ, લીલા મરચા, હળદર, લીબું, ગરમ મસાલો અને ખાંડ ઉમેરવા. લોટમાં મીઠુ અને 1 ચમચી મોણ ઉમેરી ઢીલો લોટ બાંધવો. મોટો લુઓ કરી, વણી તેમાં મૂળાનો માવો ભરવો. લુઆને બન્ધ કરી વણી તવા પર તેલ મૂકી સાંતળી લેવું.
Reporter: admin