News Portal...

Breaking News :

ગુજરાત ફેક્ટરીના રૂલસમા કરેલા સુધારા પાછા ખેંચવા આવેદનપત્ર

2025-09-10 14:20:58
ગુજરાત ફેક્ટરીના રૂલસમા કરેલા સુધારા પાછા ખેંચવા આવેદનપત્ર


વડોદરા : શહેર માં દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા  ગુજરાત સરકાર દ્વારા વટહુકમ દ્વારા ગુજરાત ફેક્ટરીના રૂલસમા કરેલા સુધારા પાછા ખેંચવા માટે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા આર એ સી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


ગુજરાત સરકાર દ્વારા વટહુકમ દ્વારા ગુજરાત ફેકટરી રૂલ્સમાં કરેલા સુધારા પાછા ખેંચવા બાબતે ગુજરાત સરકારે જુલાઇ મહિનાની પહેલી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી એક્ટમાં કામદાર વિરોધી ફેરફારો જાહેર કર્યા છે. આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ ૯ ક્લાકને બદલે ૧૨ કલાક કામ લઇ શકશે. કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના (વિરામ વિના) ૬ કલાક સુધી લંબાવી શકશે. માલિક કામના કલાક લંબાવી શકશે પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે. કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરૂ કામ નથી જ. કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે જ તેની પાસેથી વગર પુછ્ય સંમતિપત્ર પર સહી લઇ લેવાશે. 


જે બંધારણનું સ્પષ્ટ ઉલ્લંધન છે અને કામદારો પાસે આવા સંમતિપત્રમાં સહી લેવી ગુન્હો છે જે અધિકાર કંપનીઓને આપી ન શકાય.ફેક્ટરી એક્ટમાં સુધારા મુજબ કલમ-૫૯ માં કામદાર પાસે અઠવાડીયામાં કુલ ૪૮ કલાકથી વધુ કામ લેવાનું નથી. કામદાર પાસે જો અઠવાડીયામાં ૪ દિવસ ૧૨ કલાક કામ કરાવ્યું હોય તો પછીના બે દિવસ તેને વેતન સહીતની રજા આપવાની વાત આ કલમમાં કરવામાં આવી છે. જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન (ઓવરટાઈમ) આપવાની જોગવાઈ કરી છે.કામદાર પાસે અઠવાડિયામાં કુલ 48 કલાકથી વધુ કામ લેવાનું નથી કામદાર પાસે જોઅઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવ્યું હોય તો બે દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત કલમમાં કરવામાં આવી છે

Reporter: admin

Related Post