News Portal...

Breaking News :

દીકરીનો એકલતાનો લાભ લઇ રીક્ષા ચાલકે કરી છેડતી હોવાનો બનાવ બન્યો

2025-09-10 13:11:29
દીકરીનો એકલતાનો લાભ લઇ રીક્ષા ચાલકે કરી છેડતી હોવાનો બનાવ  બન્યો


વડોદરા :કમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલ સગીર વયની દીકરીનો એકલતા નો લાભ લઇ રીક્ષા ચાલકે કરી છેડતી હોવાનો બનાવ  બન્યો છે.


હરણી વારસીયા રીંગરોડ થી સંગમ ચાર રસ્તા સુધી રીક્ષામાં બેસેલી સગીર વયની દીકરીનો છેડતીનો મામલો બન્યો હતો.આરોપી રીક્ષા ચાલકે સગીર વયની દીકરીને નાસ્તો ઠંડુ પીણું પીવાની તથા પૈસા આપવાની લાલચ આપી હતી.સગીર વયની દીકરીનો મોબાઇલ નંબર માંગ્યો હતો.રિક્ષામાંથી ઉતરી ભાડું આપતી વખતે આરોપી બોલ્યો તારો છુટવાનો ટાઈમ કેટલો છે? 


હું તે ટાઈમે તને લેવા આવીશ. સગીર વયની દીકરીનો હાથ પકડી તેનો એકલતાનો લાભ લઈ આઇ લવ યુ કહી છેડતી કરી હતી.વારસીયા પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ નોંધાતા આરોપી રીક્ષા ચાલકને પકડી પાડવામાં આવ્યો

Reporter: admin

Related Post