વડોદરા : શહેરના ફતેગંજ વિસ્તારમાં મારામારીના બનાવો બનતા હોય છે આ મામલે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રી ઉપસ્થિત ન હોવાથી ડેપ્યુટી મેયરને આવેદન સુપ્રત કરવામાં આવ્યું છે
પૂર્વ પ્રદેશ મહામંત્રી બીજેપી યુવા મોરચાના આગેવાન વિકાસ દુબે સહિત યુવાનોએ ડેપ્યુટી મેયરને દબાણ મુદ્દે કરી રજૂઆત કરી છે.આ વિસ્તારમાં વીધર્મીઓ ગેરકાયદેસર લારી ગલ્લા દબાણ કરે છે જે અંગે રજૂઆત કરવામાં આવી છે.મોડી રાત સુધી ગેરકાયદે ઉભા કરાયેલા લારી ગલ્લા ધમધમતા રહે છે.લારી ગલ્લા પર વીધર્મી યુવકો મોડી રાત સુધી બેસી રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફતેગંજ વિસ્તારમાં ડ્રગનો પણ વેપલો થતો હોવાના વિકાસ દુબેએ આક્ષેપ કર્યો છે.કૂતરાને મારવા મામલે વિધર્મી યુવકોએ હોસ્ટેલમાં રહેતી છોકરી અને છોકરાઓને ફટકાર્યા હોવાના પણ આક્ષેપ થયા છે.વહેલી તકે લારી ગલ્લા અને મકાનના ગેર કાયદેસર દબાણો દૂર કરવા માંગ કરાઈ છે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ એ અધિકારીઓને દબાણ દૂર કરવા મીડિયા સમક્ષ આપી સૂચના આપી છે.કાયમી ધોરણે દબાણો દૂર કરવામાં આવશે તેમ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટએ જણાવ્યું હતું.
Reporter: admin