News Portal...

Breaking News :

પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા નૃત્ય વિષયને લગતી 3 પુસ્તકોનું વિમોચન

2025-12-23 17:48:13
પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા નૃત્ય વિષયને લગતી 3 પુસ્તકોનું વિમોચન


નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા આજ રોજ તારીખ ૨૩/૧૨/૨૦૨૫ ના રોજ પુસ્તક વિમોચનના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . 



આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે વિશ્વવિદ્યાલયના મોભી વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર. એમ.ભણગે એ વિશેષ ઉપસ્થિતિ આપી તેમના ઘ્વારા જ નૃત્ય વિભાગની ત્રણ પુસ્તકો 1)  નૃત્યાધ્યાય - ડૉ.સ્મૃતિ વાઘેલા ( નૃત્યવિભાગીય અધ્યક્ષ) 2) નૃત્ય વિશારદ ભાગ 1 - કું.ધ્વનિ ભરતકુમાર શાહ ( નૃત્યવિભાગ પ્રાધ્યાપિકા) અને 3) યુ.જી.સી નેટ પર્ફોર્મિંગ આર્ટ્સ ડાન્સ (પેપર 2) - નમસ્યા પ્રજાપતિ ( શોધાર્થી - નૃત્ય વિભાગ ) નું વિમોચન કરવામાં આવ્યું હતું .તેઓની વિશેષ ઉપસ્થિત એ વિભાગ ને ઉત્તરોત્તર કાર્યશીલ રહે તે માટે ઉત્સાહ તેમજ આશીર્વાદ પાઠવ્યા હતો.


આ કાર્યક્રમ અંતર્ગત સંકાયના અધિષ્ઠાતા પ્રો. ગૌરાંગ ભાવસારે પણ આશીર્વચન પાઠવ્યા હતા. વિવિધ વિભાગીય અધ્યક્ષ તેમજ વરિષ્ઠ પ્રાધ્યાપકો, શિક્ષકગણ અને વિધાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી.વિભાગીય અધ્યક્ષ ડૉ.સ્મૃતિ વાધેલાના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજન ધ્વારા આજના યુગના વિધાર્થીઓને તેમજ બહારના દેશ થી ભણવા આવેલા વિધાર્થીઓને શાસ્ત્ર નું મહત્વ તેમજ સંશોધનના કાર્યમાં અવિરત કાર્યરત રહેવું તેવી ભાવના વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post