પૂર્વ સાંસદ સોશિયલ મીડિયાના ટ્રોલર્સનો ભોગ બન્યા...
ઇન્ટર પાસ પૂર્વ સાંસદ રંજનબેન ગ્રેજ્યુએટ પણ નથી થયા અને એ ઈન્ડીયન સર્વિસ)IRS-UPSC ક્રેક કરનાર પૂર્વ ઇન્કમટેક્સ કમિશનર તથા પૂર્વ મુખ્યમંત્રી, દિલ્હીની સામે આવી સડક છાપ પોસ્ટ કરીને જાતે ભેરવાયા છે...

રંજનબેને કરેલી પોસ્ટ ઉપર કરેલી, વિવિધ કોમેન્ટોથી અત્યારે હવા કઈ બાજુની છે તેનો અંદાજ આવે છે. અત્યાર સુધીના આવેલા સાંસદો વડોદરા માટે આપશુકનીયાળ સાબિત થયા છે. લોકોએ ખોબે ખોબા વોટ આપ્યા હવે વડોદરાની જનતા એમનાથી જ ભડકેલી છે. પૂર્વ સાંસદે આવા પ્રકારની પોસ્ટ મૂકીને પોતાની માનસિકતા બતાવી છે. કોઈપણ વિરોધીઓથી- વિપક્ષથી- જાગૃત નાગરિકોથી કેમ ડરો છો? કામ કરીને બતાવો. 30 વર્ષ રાજ કર્યું પણ વડોદરાએ શું મેળવ્યું ? બીજાની ઠેકડી ઉડાડતા પહેલા પોતાના અને પોતાના પક્ષ ઉપર નજર કરવાની જરૂર છે.

વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયાના ટ્રોલર્સનો ભોગ બન્યા છે. તેમને લોકોએ વિવિધ પ્રકારની કોમેન્ટ કરીને રીતસર ઝાટકી નાખ્યા છે અને આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. 2014થી 2024 સુધી બે ટર્મ સુધી વડોદરાના સાંસદ રહેલા રંજનબેને અરવિંદ કેજરીવાલ વિશે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરી હતી કે મેળવવા આવ્યા હતા જનસમર્થન પણ મળી ખાલી ખુરશીઓ પણ રંજનબેનને આ પોસ્ટ કરવી તેમને જ ભારે પડી છે. આ પોસ્ટમાં લોકોએ આકરી કોમેન્ટ કરી છે કે ભાજપ સરકારી બસો લાવીને ભીડ ભેગી કરે છે. તમારા કરતા આપ વાળા સારા હતા. એવું પણ લખાયું છે કે બેન તમે પણ બે ટર્મ સાંસદ હતા તો તમે શું તોપ ફોડી.. હવે કમળના નિશાન વગર અપક્ષ તરીકે કોર્પોરેશનની ચૂંટણી જીતી બતાવો તો તમને પણ ખબર પડશે કે તમે કેટલા લોકપ્રિય છો. એવું પણ લખાયું છે કે તમે પણ વડોદરા માટે કંઇ કર્યું નથી. કામ કરો નહીતર વિસાવદર વાળી થશે. જનતા હવે બીજેપીની અસલીયત જાણી ગઇ છે. બેન તમારે હવે આવા ફોટા મુકવાની જરુર નથી કારણ કે જનતા જાણી ગઇ છે કે કેજરીવાલને કેટલું સમર્થન મળ્યું છે.


Reporter: admin







