સરકારના કરેલ આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું...
ગંભીરા બ્રિજ દૂર્ઘટના સામે પૂલ દુર્ઘટના સમયે લટકી ગયેલું ટેન્કર આજે 14 દિવસ બાદ પણ લટકી જ રહ્યું છે. આ ટેન્કર તો લટકી રહ્યું છે, પરંતુ તેના માલિકની હાલત બદતર થઈ છે. કેમ કે, આ ટેન્કર લોન પર લેવામાં આવ્યું છે અને મહિને લગભગ 85 હજાર રૂપિયાનો હપતો આવે છે. ડ્રાઈવરનો માલિક પોલીસ અને વહીવટી અધિકારીઓના વચ્ચે આંટાફેરા મારી રહ્યો છે. બીજી બાજુ, ટેન્કર નીચે પડ્યું નથી, તેથી વીમા કંપનીએ પણ હાથ ઊંચા કરી લીધા છે. આવામાં ટેન્કર ડ્રાઈવરને રડવાનો વારો આવ્યો છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજ પર લટકી રહેલ ટેન્કર હટાવવા બે દિવસનો સમય માર્ગ અને મકાન વિભાગના અધિકારી આપ્યો હતો સરકારના કરેલ આદેશ બાદ પણ આ ટેન્કર હજુ પણ ઉતારવામાં નથી આવ્યું એટલે કે હજુ પણ તંત્ર બેજવાબદાર હોઈ તેમ લાગી રહ્યું છે. સરકારે કહ્યું હતું કે હેવી ક્રેન લાવી અને આ ટેન્કર ઉતારી લેવામાં આવે તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોઈ તેમ લાગી રહ્યું છે. લટકી રહેલા ટેન્કરને ઉતારવા માટે આણંદ કલેક્ટરને જવાબદારી સોંપાઇ હતી પણ આણંદ કલેક્ટર પણ આ ટેન્કર કઇ રીતે ઉતારવું તે શોધી શક્યા નથી. વિવિધ વિભાગો દ્વારા આ ટેન્કર ઉતારવા માટેનો ઉકેલ શોધાઇ રહ્યો છે પણ હજું ઉકેલ મળ્યો નથી અને તેના કારણે ટેન્કર માલિકની હાલત કફોડી થઇ ગઇ છે. ટેન્કર માલિકને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર મળે તે જરુરી છે.
Reporter:







