વડોદરા શહેરમાં વોર્ડ નંબર આઠમાં આવેલી ખોડીયાર પાર્ક સોસાયટીના આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાઈ છે અને કાદવ કીચડ થઈ ગયા છે.

જેના કારણે સામાન્ય લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે લોકોની હાલત એવી છે કે હોસ્પિટલમાં જવું હોય કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા જેવી હોય તો પણ જઈ શકાતું નથી સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ સામાન્ય નાગરિકોની વેદના ને ઉજાગર કરી છે.

મુશ્કેલીઓ વર્ણવતા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું છે કે વોર્ડ નંબર આઠમાં લોકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને જો આ તકલીફો નો અંત નહીં આવે તો લોકોની સહનશક્તિ ખૂટી જશે અને અધિકારીઓને પદાધિકારીઓનું આવી બનશે. જેથી તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 8 માં કામગીરી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
Reporter: admin







