News Portal...

Breaking News :

ધારાસભ્ય માટે કોઈ ધારા ધોરણ નહીં

2025-07-04 10:09:00
ધારાસભ્ય માટે કોઈ ધારા ધોરણ નહીં


કાયદાનું પાલન ફક્ત સામાન્ય નાગરિકે જ કરવાનું ?
ટી.ડી.ઓ પરીમલ પટણીને ધારાસભ્યનું ગેરકાયદેસર ચાલતુ બાંધકામ દેખાતું નથી.



અકોટાના ધારાસભ્યએ મીરા સોસાયટીમાં એક બ્લોકમાં ૧૮ મીટરના ટી.પી. રોડ પર CGDCR નો છડેચોક ભંગ કરીને ચાર માળનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું..
વાડ જ ચિભડા ગળે. ટી.ડી.ઓ પરીમલ પટણીનો અને ડે.ટીડીઓનો પુરો સહકાર..વડોદરા શહેરના પશ્ચિમ ઝોન અકોટાનાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ દિવાળીપુરા રોડ ઉપર આવેલ મીરા સોસાયટીમાં એક બ્લોક માં ૧૮ મીટરના ટી.પી. રોડ પર CGDCR નો છડેચોક ભંગ કરીને ચાર માળનું ગેરકાયદેસર બાંધકામ  કરેલ છે. CGDCR ના નિયમ મુજબ ૧૮ મીટરનાં રોડ પર ૬ થી ૯ મીટરનું અને ૭-૫૦ મીટરનાં રોડ પર ૨-૫૦ મીટરનું માર્જીન રાખવાનું હોય છે.પરંતુ અકોટાના ધારાસભ્ય એ નિયમ મુજબ માર્જીન રાખેલ નથી.અને ધારાસભ્યની મોટી જવાબદારી હોવા છતાં નિયમ વિરુદ્ધ ચાર માળનું બાંધકામ કરેલ છે અને બાંધકામ હજુ ચાલુ છે.ખરેખર તો ધારાસભ્ય જેવું પદ સંભાળતા હોય એ પદાધિકારીએ સરકાર અને CGDCR ના નિયમોનું પુરેપુરૂં પાલન કરવુ જોઈએ, એ ધારાસભ્યની ફરજમા આવે છે.  પરંતુ અકોટાના ધારાસભ્ય હોઈ અને સંસ્કારી નગરી વડોદરાની પદાધિકારીઓએ વિજય અપાવી વિધાનસભામા મોકલ્યા છે  તેથી સરકારશ્રીના કોઈ પણ  જાતના નિયમો એમને લાગતા નથી. એવું ફલિત થાય છે. જો વડોદરાનાં નાગરિક  એક ફૂટ પણ ખોટું કરે તો  મહાનગર પાલિકા વડોદરા ના બાંધકામ પરવાનગી શાખાનાં ભષ્ટ કર્મચારીઓ/અધિકારીઓને તરતજ શુરાતન ચડે અને નોટિસ આપી અને તાત્કાલિક તોડવાનો ઓર્ડર કરે છે. પરંતુ વડોદરા શહેરના અકોટા વિધાન સભાનાં ધારાસભ્ય તમામ નિયમોનેને મૂકી સરકારશ્રીએ બનાવેલ CGDCR ના કાયદાને નેવે મૂકી ગેરકાયદેસર બાંધકામ કરેલ તો બાંધકામ પરવાનગી શાખાના   ટીડીઓ શ્રી પરિમલ પટણી ,ડે.ટી.ડી.ઓ દિનેશભાઈ દેવમુરારીએ અને બાંધકામ તપાસનીસને આ ગેરકાયદેસર બાંધકામ કેમ દેખાતું નથી. કેમ કે આ રોડ ઉપરથી બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ ઘણીવાર પસાર થતા હશે. પરંતુ આ ચાર માળનું ૧૮ મીટર ટી.પી.રોડ નું ગેરકાયદેસર બાંધકામ એમને દેખાતું નથી. ધારાસભ્યને જો નોટિસ આપે તો બાંધકામ પરવાનગી શાખામાંથી બદલી થવાની બીક લાગે અને મલાઈદાર ખાતું છોડવું પડે.



ધારાસભ્ય જેવા પદ ઉપર રહીને તમામ નિયમોનુસાર પાલન કરવું એ એમની ફરજમાં આવે છે. પણ વાડ જ ચીભળા ગળે તો કોને કહેવું?
ધારાસભ્યનું ગેરકાયદેસર બાંધકામ શહેર પ્રમુખ કોઈ પગલા ભરશે ? પ્રદેશ કક્ષાએ રીપોર્ટ આપશે?
ખરેખર તો બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ, ડે.ટી.ડી.ઓ, બાંધકામ તપાસનીસની ફરજમા અને ડ્યુટી લીસ્ટમાં આવે છે કે આવા ચાલુ ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક મનાઈ હુકમ આપી અને બંધ કરાવવા જોઈએ. પરંતુ બાંધકામ પરવાનગી શાખામાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોઇ અને ઉપલા અધિકારીઓનુ મુક સમર્થન હોય પછી જલસા જ જલસા છે.અકોટાનાં ધારાસભ્યએ પોતે જ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોઇ તેથી શહેર પ્રમુખ કોઈ પગલા ભરશે કે પછી આવ ભાઈ હરદા આપણે બેઉ સરખાની નિતી અપનાવશે. જોઈએ. હવે ધારાસભ્યના જવાબદાર પદ ઉપર રહીને ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે શહેર પ્રમુખ, મ્યુનિસિપલ કમિશનર, ડે.મ્યુનિસિપલ કમિશનર, કોઈ પગલા ભરે છે. કે પછી......

Reporter: admin

Related Post