નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2025ની શરૂઆત થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, જ્યારે વિશ્વના કેટલાક દેશોમાં તેની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ ટાઈમ ઝોનના કારણે વિવિધ દેશોમાં અલગ અલગ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

આતશાબાજીથી કરવામાં આવ્યું હતું. ઑકલેન્ડમાં લોકોએ ફટાકડાં ફોડીને નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ભારત પહેલા ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મ્યાનમારમાં સેલિબ્રેશન કરવામાં આવશે. જે બાદ બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવશે. ભારત પહેલા વિશ્વના 41 દેશોમાં નવા વર્ષના વધામણા કરવામાં આવશે.
ઑસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બરમાં પરંપરાગત ફટાકડા જોવા માટે લગભગ 10 લાખ લોકો એકઠા થયા હતા. નવા વર્ષ પર મેલબોર્નમાં યારા નદીના કિનારે જોરદાર આતિશબાજી કરવામાં આવી હતી.
Reporter: admin