વડોદરા : બરોડા સિટીઝન્સ કાઉન્સિલ અને વોલ્ટેમ ટ્રાન્સફોર્મર કંપની ના સહયોગ થી વડોદરા શહેરના જુદા જુદા ૬-સ્લમ વિસ્તારોમા બાળકોનો સર્વાગી વિકાસ થાય તે માટે સંસ્થા દ્રારા વર્ષ 1980 થી બાલવાડી પ્રોજેકટ કાર્યરત છે.

જેમાં 3 થી 6 વર્ષના બાળકોને મફતમાં પાયાનુ શિક્ષણ આપી શારિરીક, માનસિક તેમજ બોધ્ધિક વિકાસ થાય તે માટેની કામગીરી ની સાથે સાથે દુધ, ફ્રુટ આપવુ, વાલી મીટીંગો, તથા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.આજ રોજ માણેજા, મકરપુરા,અકોટા અને વિજયવાડી વિસ્તારની 6 બાલવાડીના ભૂલકાઓનો “વાર્ષિક બાળ મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ મમતા સંજય સિંગ- બીસીસી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ભાવેશભાઈ શાહ અને ઇન્દ્રવદનભાઈ રોહિત હાજર રહયા હતા. ભૂલકાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક નૃત્ય,વાલીઓ દ્વારા બાલવાડીને લગતા તેમના અનુભવો અને મહેમાનો દ્વારા બાળકના વિકાસને લઈને જરૂરી માહિતી આપવામાં આવેલ હતી. છેલ્લા વિજેતા બાળકોને રમકડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.







Reporter: admin







